અમેરિકાના ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો, 22 વર્ષની ટોચે પહોંચ્યો વ્યાજ દર


  • Published By :
  • Published Date : 2023-07-27 15:39:55

અમેરિકામાં સતત વધી રહેલા ફુગાવાના કારણે દેશની ફેડરલ રિઝર્વ બેંક ઓફ અમેરિકાએ વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. સેન્ટ્રલ બેંકે બે દિવસની નીતિ સમીક્ષા બેઠક બાદ બુધવારે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હતી. આ વધારા સાથે જ બેન્ચમાર્ક વ્યાજ દર 5.25% થી 5.50% ની રેન્જ પર પહોંચી ગયો છે. અમેરિકાની સેન્ટ્રલ બેંકે ફુગાવાને ટાંકીને વ્યાજ દરમાં વધારો કર્યો છે.  ફેડની છેલ્લી 12 મીટીંગમાં 11મી વખત વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. ફેડ રિઝર્વે 17 મહિનામાં 11મી વખત દરમાં વધારો કર્યો છે. આ વખતના વ્યાજ દરમાં વધારાની સાથે જ વ્યાજ દર 22 વર્ષની ટોચે પહોંચી ગયા છે. અગાઉ જાન્યુઆરી 2001માં વ્યાજ દરો આ સ્તરે પહોંચી ગયા હતા. વ્યાજ દરમાં આ વધારા સાથે જ ફેડરલ રિઝર્વ બેંક ઓફ અમેરિકાએ કહ્યું છે કે વ્યાજ દરો હજુ વધુ વધી શકે છે.


હજુ પણ વ્યાજ દરમાં વધારાની શક્યતા


ફેડરલ રિઝર્વે તેના પોલિસી સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે વ્યાજ દરમાં હજુ વધારાની શક્યતા છે.  ફેડએ આ વર્ષે વ્યાજદરમાં વધુ વધારાનો સંકેત આપ્યો છે. ફેડરલ રિઝર્વ બેંકના ચીફ જેરોમ પોવેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે જ્યાં સુધી મોંઘવારી નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી કેન્દ્રીય બેંક આવા પગલા લઈ શકે છે. તેમણે કહ્યું કે અમે આર્થિક નીતિમાં સુધારો કરવાનું ચાલુ રાખીશું ત્યાં સુધી ચાલુ રાખીશું જ્યાં સુધી અમને ખાતરી ન થાય કે ફુગાવો 2 ટકાના અમારા લક્ષ્યાંક પર આવી ગયો છે. જો જરૂરી જણાશે તો, અમે હજુ વધુ કઠોર પગલા ભરવા માટે કરવા તૈયાર છીએ. આ પ્રક્રિયામાં આપણે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે.

 

લોન મોંઘી બની


ફુગાવાને અંકુશમાં લેવા માટે, ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું. 18 મહિના પહેલા તે વ્યાજ દર લગભગ શૂન્ય હતો. વ્યાજદરમાં વધારાને કારણે હોમ લોન અને અન્ય પ્રકારની લોન લોકો માટે મોંઘી થઈ ગઈ છે. સામાન્ય રીતે લોનની માંગ ઓછી હોય છે અને લોકો બચત કરવાનું શરૂ કરે છે. તેનાથી અર્થવ્યવસ્થા ધીમી પડી જાય છે. પરંતુ અમેરિકાની અર્થવ્યવસ્થાએ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને જોબ માર્કેટનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. નોકરીઓમાં ઘણો વધારો થયો છે તેની સાથે-સાથે જ લોકોનો પગાર પણ વધ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?