અમેરિકાના F-15 વિમાનોએ સીરિયામાં કરી બોંબવર્ષા, 9 લોકોના મોત, ઈરાનના હથિયારોના ડેપોને નિશાન બનાવ્યો


  • Published By :
  • Published Date : 2023-11-09 11:23:05

અમેરિકાએ બુધવારે પૂર્વી સીરિયા  (US Attack In Syria)માં હમાસને સમર્થન આપતા ઈરાન સાથે જોડાયેલા હથિયારોના સંગ્રહ કેન્દ્ર પર હુમલો કર્યો હતો. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને કહ્યું કે બે અમેરિકન  F-15 એરક્રાફ્ટે અમેરિકન કર્મચારીઓ પર હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હતો. યુદ્ધ મોનિટરએ જણાવ્યું હતું કે બુધવારના રોજ પૂર્વી શહેર ડેર એઝોર પર થયેલા હુમલામાં ઈરાન સમર્થિત જૂથો સાથે જોડાયેલા નવ લોકો માર્યા ગયા હતા. 


ઈઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન 


ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકા તેના મિત્ર દેશ ઈઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યું છે. અમેરિકા પણ આડકતરી રીતે આ યુદ્ધમાં કૂદી પડ્યું છે, બુધવારે અમેરિકાએ પૂર્વ સીરિયામાં હમાસને ટેકો આપતા ઈરાન સાથે જોડાયેલા હથિયારોના સંગ્રહ કેન્દ્ર પર હુમલો કર્યો હતો અને બે અઠવાડિયામાં આ બીજી વખત છે જયારે અમેરિકાએ સીરિયામાં કોઈ સ્થળને નિશાન બનાવ્યું હોય. આ હુમલામાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા ઇરાન અને તેના સાથી દેશોના લડવૈયાઓને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને પ્રાદેશિક યુદ્ધમાં ફેરવતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.


સ્વબચાવ માટે હુમલો કર્યો


ઓસ્ટીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે " અમેરિકન સૈન્ય દળોએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) અને પૂર્વ સીરિયામાં સંલગ્ન જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી સુવિધા પર સ્વ-રક્ષણ હુમલો કર્યો છે," ઓસ્ટીને વધુમાં જણાવ્યું કે, "આ હુમલો બે અમેરિકન F-15 દ્વારા હથિયારોના સંગ્રહની સુવિધા પર કરવામાં આવ્યો હતો. "આ ચોક્કસ સ્વ-બચાવ હુમલોએ અમેરિકન લોકો અને ઇરાક અને સીરિયામાં તેમની સુવિધાઓ સામે IRGC-Quds ફોર્સ સાથે સંકળાયેલા શ્રેણીબદ્ધ હુમલાઓનો પ્રતિસાદ છે," ઉલ્લેખનિય છે કે ઈસ્લામિક સ્ટેટ જૂથને ફરી વધતા રોકવાના પ્રયાસોના ભાગરૂપે લગભગ 2,500 અમેરિકન સૈનિકો ઈરાકમાં અને લગભગ 900 અમેરિકન સૈનિકો સીરિયામાં તૈનાત છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?