અમેરિકા પર તોળાઈ રહેલું ડેટ સીલિંગનું સંકટ હવે ટળ્યું છે.અમેરિકાની કોંગ્રેસ બુધવારે ટ્રેઝરી દ્વારા નક્કી કરાયેલી સમય મર્યાદાના 5 દિવસ પહેલા જ દેવાની મર્યાદા વધારવાના બિલને પાસ કરી દીધું છે. 5 જૂને અમેરિકામાં દેવાની મર્યાદા વધારવા માટે છેલ્લી તારીખ હતી. જો આવું ન થયું ન હોત તો અમેરિકા ઈતિહાસમાં સૌપ્રથમ વખત દેવાળીયું બની ગયું હોત. અમેરિકાના પ્રમુખ જો બિડેન અને હાઉસ સ્પિકર કેવિન મેક્કાર્થી વચ્ચે ડેટ સીલિંગ મુદ્દે ચર્ચા થઈ હતી.ત્યાર બાદ બાઇડને સેનેટને વહેલી તકે મતદાન કરવા અને આ બિલ પાસ કરાવવા અપીલ કરી હતી. કોંગ્રેસની પ્રતિનીધી સભાએ આ બિલ પાસ દીધું છે.
Tonight, the House took a critical step forward to prevent a first-ever default and protect our country’s hard-earned and historic economic recovery.
I have been clear that the only path forward is a bipartisan compromise that can earn the support of both parties. This agreement…
— President Biden (@POTUS) June 1, 2023
બિલની તરફેણમાં 314 મત પડ્યા
Tonight, the House took a critical step forward to prevent a first-ever default and protect our country’s hard-earned and historic economic recovery.
I have been clear that the only path forward is a bipartisan compromise that can earn the support of both parties. This agreement…
અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહમાં ડેટ સીલિંગની તરફેણમાં 314 મત પડ્યા હતા, જ્યારે 117 નેતાઓએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બુધવારે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંનેના સમર્થન સાથે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ (The Fiscal Responsibility Act) પસાર કરવામાં આવ્યો હતો. અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહમાંથી પસાર થયા બાદ ઉપલા ગૃહ સેનેટમાં મોકલવામાં આવશે. બાઇડને કહ્યું કે, આ પગલાએ અમેરિકાને ડિફોલ્ટના જોખમથી બચાવી લીધું છે. જો સેનેટ દ્વારા પણ આ બિલ પાસ થઈ જશે તો અમેરિકાની દેવાની મર્યાદા બે વર્ષ માટે વધી જશે. વર્ષ 1960થી અમેરિકામાં દેવાની મર્યાદામાં 78 વખત ફેરફાર કરવામાં આવ્યા છે.
ડિફોલ્ટનો ખતરો ટળી ગયો!
અમેરિકાની કોંગ્રેસે ડેટ સીલિંગ બિલને મંજૂરી આપ્યા બાદ માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી એક મોટો ખતરો ટળી ગયો છે. આ સાથે જ વૈશ્વિક અર્થવ્યવસ્થાને સંભવિત નુકસાનમાંથી પણ રાહત મળી છે. જો અમેરિકા ડિફોલ્ટ થયું હોત તો માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને તેની અસર ભોગવવી પડી હોત. અમેરિકામાંથી 83 લાખ નોકરીઓ પર સંકટ સર્જાયું હોત. અમેરિકાની શેરબજાર ધરાશાહી થઈ ગયું હોત. અમેરિકન જીડીપીમાં 6 ટકાથી વધુનો ઘટાડો થયો હોત. દેશમાં બેરોજગારીનો દર 5 ટકાથી વધુ વધ્યો હોત. બેન્કિંગ કટોકટીમાં પણ વધુ વધારો જોવા મળ્યો હોત. ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો થયો હોત અને અમેરિકાની સાથે આખું વિશ્વ મંદીની ગર્તામાં ધકેલાઈ ગયું હોત.