ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.
ભારત અને અમેરિકાએ સેમિકન્ડક્ટર ક્ષેત્રે, ટેકનોલોજીના ક્ષેત્રે એકબીજા સાથે જોડાણ કરવાનો નિર્ધાર કર્યો
TRUST ("Transforming the Relationship Utilizing
Strategic Technology”)ના માધ્યમથી જોડાણ વધારશે..

અમદાવાદ ટેકનોલોજીના શિક્ષણ અને સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટેનું હબ બની રહે અને રોકાણ વધારે આવે એ માટે ચર્ચા કરવામાં આવી, અમેરિકા સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ વધારે અને અમદાવાદ એનું હબ કેવી રીતે બની શકે એવી ચર્ચા કરવામાં આવી. આ ઉદ્યોગ માટે જરૂરી એન્જીનિયર, ઈકો સિસ્ટમ બધું જ મેનેજ થઈ શકે એ માટે ગુજરાત સરકાર પણ પ્રયત્ન કરશે.
https://x.com/CMOGuj/status/1915440395766603981
દુનિયાની નજર ભારત તરફ
વિશ્વમાં વધી રહેલા ટ્રેડના સંઘર્ષો અને ડહોળાતા વાતાવરણ વચ્ચે ભારત સેમિકન્ડક્ટર અને બાકીનાં ઉદ્યોગો માટે હબ બની શકે એમ છે. અમદાવાદ પાસે ધોલેરામાં આ પ્રકારે આખી ઈકો સિસ્ટમ તૈયાર કરવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે. અમેરિકા સહીતના દેશોનો વધતો રસ ભારત માટે પણ સારા સંકેતો છે.
