અમેરિકામાં વધુ એક બેંક ડુબવાના આરે છે. સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક બાદ હવે ફર્સ્ટ રિપબ્લિક બેંક પણ તેના અંતિમ શ્વાસો લઈ રહી છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને JPMorgan Chase & Co અને PNC ફાયનાન્સિયલ સર્વિસીસ ગ્રુપ ઇન્કને રવિવાર સુધીમાં તેમની અંતિમ બિડ સબમિટ કરવા જણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 97% ઘટાડો થયો છે. FDIC એ શુક્રવારે આગળની પ્રક્રિયા માટે બે મોટી બેંકોની પસંદગી કરી હતી. એટલે કે ફરી એકવાર શુક્રવારનો દિવસ બેંકરો માટે ભારે પડી રહ્યો છે.
તમામ બેંકો શુક્રવારે જ ડુબ્યા
તાજેતરમાં, 10 માર્ચે, અમેરિકાની સિલિકોન વેલી બેંકને નિયમનકારો દ્વારા કબજે કરવામાં આવી હતી, એ દિવસે પણ શુક્રવાર હતો. અમેરિકાના ઈતિહાસમાં આ બીજા નંબરની સૌથી મોટી ડુબનારી બેંક પતન છે. એ જ રીતે, 10 માર્ચે જ સિગ્નેચર બેંકમાંથી 10 અબજ ડોલર ઉપાડવામાં આવ્યા હતા, એ દિવસે શુક્રવાર હતો. બે દિવસ પછી, યુએસ રેગ્યુલેટર્સે તેને પોતાના કબજામાં લઈ લીધું. ક્રેડિટ સુઈસને ડૂબવાથી બચાવવા માટે UBS એ માર્ચ 17, 2023 ના રોજ બિડ કરી હતી, એ દિવસે પણ શુક્રવાર હતો.