અમેરિકામાં ભયાનક હિમવર્ષાથી અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે. બર્ફિલા તોફાનોના કારણે દેશના કેટલાક રાજ્યોમાં તાપમાન માઈનસ 45 ડિગ્રી પર પહોંચી ગયું છે. સ્થિતી એટલી ખરાબ છે કે ક્રિસમસ વેકેસન મનાવવાની લોકોની ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે સરકારે પણ લોકોને ઘરમાં જ રહેવાની વિનંતી કરી છે.
Snow picked up again this evening. Still have electricity though.#buffalo #buffaloblizzard #storm #stormelliot pic.twitter.com/Xkiss51J4l
— Brian (@BeerN_Loathing) December 26, 2022
શા માટે હિમ તોફાન?
Snow picked up again this evening. Still have electricity though.#buffalo #buffaloblizzard #storm #stormelliot pic.twitter.com/Xkiss51J4l
— Brian (@BeerN_Loathing) December 26, 2022અમેરિકામાં આર્કટિક વિષ્ફોટ અને સતત બર્ફિલા તોફાનોના કારણે તાપમાન શુન્યથી પણ નીચુ આવી ગયું છે. માર્ગો પર બરફના થર જામી ગયા છે. હવામાન વિષમ બનતા શાળા-કોલેજો છે. સમગ્ર દેશમાં વ્હાઈટ આઉટ જેવી સ્થિતી સર્જાઈ છે. દેશના હવામાન વિભાગે હિમ પ્રપાતના કારણે એરપોર્ટ પર 43 ઈંચ જેટલી બરફ વર્ષા થશે જેવી ચેતવણી આપી હતી. આ કારણે હવાઈ સેવા ખોરવાઈ હતી. દેશના વિવિધ એરપોર્ટ પરથી બરફ ખસેડવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. માર્ગો પરથી બરફના ઢગ જામ્યા હોવાથી હાલ બરફ હટાવી રસ્તાઓ ચોખ્ખા કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.
6.5 કરોડ લોકોને બ્લેકઆઉટની ચેતવણી
પૂર્વી અમેરિકાના એક અગ્રણી પાવર ગ્રીડ ઓપરેટરે 6.5 કરોડ લોકોને બ્લેક આઉટની ચેતવણી ઉચ્ચારી છે. પેન્સેલવેનિયા સ્થિત પીજેએમ ઈન્ટરકનેક્સને કહ્યું કે વિજ સંયંત્રોને ઠંડા હવામાનમાં કામ કરવામાં મુશ્કેલી આવી રહી છે. સ્થાનિક વીજ કંપનીઓએ પાવર કટના અમલની સુચના આપી છે.
25 કરોડ લોકો કાતિલ ઠંડીની ઝપેટમાં
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સતત હિમપ્રપાતના કારણે અમેરિકા અને કેનેડાના 25 કરોડ લોકોની જિંદગી પર કાતિલ ઠંડીનું જોખમ તોળાઈ રહ્યું છે. ટેક્સાસથી લઈને કેનેડાના ક્યુબેક સુધી એટલે કે 32 હજાર કિલોમીટર સુધી આ તોફાનની અસર જોવા મળી રહી છે.