નવરાત્રી દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં આવતી હોય છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા છે. નવરાત્રીનું આયોજન સફળ જાય તે માટે અનેક કલાકારોને બોલાવવામાં આવે છે અને સ્ટેજ પર તે લોકો પરફોમ કરતા હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા નવરાત્રીમાં સેટિંગ થતા હોય તે વાત ઉર્વશી સોલંકી દ્વારા કરવામાં આવી હતી. પ્રપોઝ કરવા માટે વેલેન્ટાઈન ટાઈમની રાહ નથી જોતા, નવરાત્રીમાં જ સેટિંગ કરી લેવાય છે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. આ મામલો શાંત નથી થયો ત્યારે વધુ એક નિવેદન ઉર્વશી સોલંકી દ્વારા આપવામાં આવ્યું છે. ઉર્વશી સોલંકીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તરણેતરનો મેળો નહીં પરંતુ તે પરણેતરનો મેળો છે...
નડિયાદમાં ઉર્વશી સોલંકીએ આપ્યું હતું આ નિવેદન
થોડા દિવસ પહેલા નડિયાદથી ઉર્વશી સોલંકીના કલાકારનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે નવરાત્રીમાં સેટિંગ અંગેની વાત કરી રહ્યા હતા. સ્ટેજ પરથી તેમણે કહ્યું હતું કે આપણાં ગરબા આખા વર્લ્ડમાં ફેમસ છે. અને ગુજરાતમાં કોઈ છોકરો છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઈન નહીં નવરાત્રીની રાહ જોઈએ છીએ. આ ચાર દિવસમાં કેટલા લોકોએ કીધું? નવ દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો તમે પાક્કું ગરબા જ રમ્યા છો. એવા બહુ બધા હશે જેમને નવ દિવસ સેટીંગ નહીં થાય અને આવતી નવરાત્રીની રાહ જોતા હશે.
પોતાના નિવેદન પર આપ્યું ઉર્વશીએ આપ્યું સ્પષ્ટીકરણ
નિવેદન બાદ વિવાદ વકર્યો હતો. વિવાદ વધતા તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે પોતાની વાત રજૂ કરી હતી. વીડિયોમાં ઉર્વશી સોલંકીએ કહ્યું કે લોકો મારા શબ્દોને તોડીમરોડીને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. એક એક લાઈન પર તેમણે સ્પષ્ટીકરણ આપ્યું છે. આખા વીડિયોમાં તેમણે પોતાના નિવેદનને લઈ કોઈ અફસોસ હોય તેવું ન લાગતું હતું.
ઉર્વશી સોલંકીનો વીડિયો આવ્યો સામે જેમાં તે કહી રહ્યા છે...
તેમણે કહ્યું કે " 21મી સદીનો જમાનો છે અને આજે સામાન્ય રીતે મા બાપ કહેતાં હોય છે કે સારી છોકરી હોય તો જોજે, તારો મેળ કરાવી દઈએ. છોકરીને પણ કહેતા હોય છે. નવરાત્રિ એ સમાજનો તહેવાર છે અને ગરબા રમવા જતી છોકરીને પણ મા-બાપ કહેતાં હોય છે કે તને કોઇ ગમે તો કહેજે, આપણે મેળ કરવી દઈશું….અને સાથે સેટિંગ પણ.” આગળ ઉર્વશી કહે છે કે, “સેટિંગ આજના જમાના અને ભાષા પ્રમાણે સહજ છે. બહેન ભાઇને પણ કહેતી હોય છે.” આગળ કહ્યું કે, મારો ભાવ બહુ સ્પષ્ટ હતો અને તેમાં ગંદકી ન હતી."
મને મારા એક પણ શબ્દનો અફસોસ નથી - ઉર્વશી સોલંકી
વીડિયોમાં ઉર્વશીએ કહ્યું કે તેમણે આ વાત રમૂજમાં કરી છે. પોતાના સ્વભાવ વિશે કહેતા ઉર્વશીએ કહ્યું કે ખૂબ ‘સહજ’ અને ‘રમુજી’ છે અને ગંભીર વાતોને સહજતાથી રજૂ કરી દે છે. જેથી તેમણે સહજ અને સામાન્ય રીતે પોતાની વાતો રજૂ કરી હતી. સાથે એમ પણ કહ્યું કે, વીડિયો વાયરલ થયો તે તેમને ગમ્યો કારણ કે તેનાથી આ વાતો પર ચર્ચા કરવાની તક મળી. આગળ તેમણે કહ્યું કે સ્ટેજ પરથી શું બોલી છું, કે શું રમૂજ કરી છે, એ મને બરાબર ખબર છે. એક ગુજરાતી તરીકે, હિંદુ સ્ત્રી તરીકે મને ખબર છે મારે શું બોલવું અને શું ન બોલવું. મને મારા એક પણ શબ્દનો અફસોસ નથી.