ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી વર્લ્ડ કપ મેચ જોવા માટે ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. જેમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો પણ સમાવેશ થતો હતો. ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો આઇફોન ખોવાઈ ગયો હતો. હવે ઉર્વશીએ આ મામલે અમદાવાદ પોલીસની મદદ માગી છે.
એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર આપી જાણકારી
અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે. અભિનત્રીએ લખ્યું કે, મારો 24 કેરેટ રિયલ ગોલ્ડ આઇફોન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખોવાઈ ગયા છે. જો કોઈના ધ્યાનમાં આવે, તો કૃપા કરીને મદદ કરો. જલદી મારો સંપર્ક કરો. આ સાથે જ અભિનેત્રીએ અમદાવાદ પોલીસને પણ ટેગ કર્યો છે. આ મામલે અમદાવાદ પોલીસે પણ રિપ્લાય આપતા આઈફોનની ડિટેલ માંગી છે, જેથી ફોનની તપાસ કરવામાં આવે. આ પહેલા પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈફોન ખોવાઈ જવાના મામલા સામે આવી ગયા છે. આઈપીએલ મેચ દરમિયાન ઘણા આઈફોન ખોવાઈ જવાના કેસ સામે આવ્યા હતા.
ઉર્વશીએ સ્ટેડિયમનો વીડિયો શેર કર્યો
આ પહેલા ઉર્વશી રૌતેલાએ તેના સ્ટેડિયમમાંથી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ભારતને જીત તરફ આગળ વધતી જોઈને ઘણી ખુશ જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે અભિનેત્રી બ્લુ ડ્રેસ પહેરીને સ્ટેડિયમ પહોંચી હતી. એક્ટ્રેસનો આ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ પહેલા પણ ઉર્વશી ઘણી વખત મેચ જોતી જોવા મળી છે.