સોનામાં આગઝરતી તેજી, બુલિયન માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 450 વધીને રૂ. 64,300 પર પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2023-12-04 20:25:59

મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું રૂ. 450 વધીને રૂ. 64,300 પ્રતિ 10 ગ્રામની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 63,850 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જો કે આ સમયગાળા દરમિયાન ચાંદી રૂ. 80,200 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહી હતી. ગ્લોબલ માર્કેટમાં એક ઔંશ ગોલ્ડની કિંમત 2,149 ડૉલરની ઓલ-ટાઈમ હાઈ સપાટીને આંબી ગઈ છે. અમદાવાદના ઝવેરી બજારમાં 999 પ્યોરિટી ધરાવતું સોનું 65,000 રૂપિયા પ્લસમાં બોલાયું છે. સલામત રોકાણ માટે રોકાણકારોમાં ગોલ્ડનું આકર્ષણ વધ્યું છે. ચાંદી પણ 78,000 રૂપિયાને પાર થઈ ગઈ છે.

આ કારણોથી વધ્યો ભાવ?


સોનાની તેજી પાછળ જિઓપોલિટકલ ટેન્શન, અમેરિકામાં રેટ કટની શક્યતા, ડૉલરની નરમાઈ જેવા કારણો જવાબદાર છે. રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધની વચ્ચે રાતા સમુદ્રમાં અમેરિકાના કમર્શિયલ જહાજો પર હુમલાના સમાચાર બાદ ગોલ્ડમાં તેજી આવી છે. શુક્રવારે ફેડ રિઝર્વ ચેરમેન જેરોમ પોવેલે રેટ કટના સંકેત આપ્યા હતા, એટલે કે માર્ચ નહીં તો મે મહિનામાં 0.25 ટકાનો ઘટાડો થવાની શક્યતા પ્રબળ બની રહી છે. અમેરિકામાં વપરાશી ફુગાવો ઘટીને ફેડના ટાર્ગેટ કરતાં માત્ર 0.5 ટકા ઉપર ચાલી રહ્યો છે. ડૉલર ઈન્ડેક્સ પણ ઘટીને 103ની સપાટીએ પહોંચી ગયો છે. આથી, ડૉલરમાં સોનું ખરીદનારા દેશો માટે ખરીદી સસ્તી બની છે તેથી ગોલ્ડમાં બાઈંગ વધ્યું છે. દુનિયાભરના દેશો હેજિંગ માટે ગોલ્ડની ખરીદી વધારી રહ્યાં છે. ભારતમાં પણ RBIએ લાખો ટન સોનું ખરીદવાનું ચાલુ રાખ્યું છે તેમજ તહેવારોને કારણે ગોલ્ડની આયાત વધી છે. આમ તમામ પરિબળો ગોલ્ડને તેજીનું ઈંધણ પૂરું પાડી રહ્યાં છે.

દેશમાં લગ્નસરાની સીઝનમાં ભાવ ઊંચકાયા


ભારતમાં દિવાળીના તહેવારો પૂરા થયા બાદ લગ્નસરાની સીઝન ચાલી રહી છે અને બરાબર તેવા સમયે જ સોનું સડસડાટ ઉપર જઈ રહ્યું છે. ઓક્ટોબરમાં 6.8 ટકા વધ્યા બાદ નવેમ્બરમાં પણ સોનું 3 ટકા જેટલું ઉછળ્યું છે અને 10 ગ્રામનો ભાવ 63,500 રૂપિયાની નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. ઝવેરી બજારમાં સોનાની ઘરાકી પર અસર પડી છે. મોટા માર્કેટમાં પાંખી હાજરી જોવા મળી છે અને લોકોએ ખરીદી પર કાપ મૂક્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?