ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખો જાહેર થઈ ચૂકી છે તેવામાં 2 તબક્કામાં આયોજિત મતદાન પહેલા ભાજપે મોટાભાગના ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. તેવામાં જેમને ટિકિટ નથી મળી એમાંથી ઘણા નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નારાજ ચાલી રહેલા નેતાઓને મનાવવા માટે ભાજપે દિગ્ગજોની ટીમ બનાવી છે. આ દરમિયાન હર્ષ સંઘવી પણ વડોદરાની બેઠક પર ચાલી રહેલા આંતરિક વિવાદને ડામવા માટે પહોંચ્યા હતા. પરંતુ નેતાઓએ તેમને મળવાનું ટાળતા તેઓ રોષે ભરાયા હતા.
હર્ષ સંઘવીએ કહ્યું વિરોધીઓને સમજવું પડશે
નારાજ નેતાઓએ વિવિધ કારણોસર મુલાકાત શક્ય ન હોવાનું કહી દેતા હર્ષ સંઘવી પણ નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું કે જેવા આ લોકો ફોર્મ ભરે અની સાથે જ વિરોધીઓ અંજાઈ જાય એવી ભાજપે રેલી કાઢવાની જરૂર છે.
"ભાજપ માતા સમાન છે"
હર્ષ સંઘવીએ કહ્યું કે ભાજપ આપણી માતા સમાન છે. પાર્ટીએ જ નામ બનાવ્યું છે અને લોકોની સેવા કરવાની તક આપી છે. આપણી ઓળખ ભાજપના કારણે જ છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં.