JNUમાં BBCની ડોક્યુમેન્ટરી પર થયો હોબાળો, યુનિવર્સિટીમાં થયો પથ્થરમારો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-25 13:01:13

બીબીસી દ્વારા બનાવામાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ઈન્ડિયા ધી મોદી ક્વેશ્યન પર વિવાદ છેડાઈ ગયો છે. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ડોક્યુમેન્ટરીને લઈને જેએનયુમાં હંગામો છેડાયો છે. મોડી રાત્રે ક્યુઆર કોડથી મોબાઈલમાં ડાઉન્લોડ કરી વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓ પર અચાનક પથ્થરમારો થયો જે બાદ યુનિવર્સિટીમાં હંગામો થયો હતો.

Image

પ્રતિબંધિત ફિલ્મ જોવાનો કર્યો પ્રયાસ 

સરકાર દ્વારા પ્રતિબંધિત ફિલ્મ જાહેર કરવામાં આવ્યા બાદ જેએનયુએ પોતાના કેમ્પસમાં આ ફિલ્મ બતાવા પર રોક મૂકી દીધો હતો. પરંતુ મંગળવાર રાત્રે જેએનયુના વિદ્યાર્થીઓ પ્રતિબંધિત બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ રહ્યા હતા. જ્યારે તેઓ ફિલ્મ જોઈ રહ્યા હતા તે દરમિયાન લાઈટો જતી રહી હતી. 


વિદ્યાર્થીઓ પર કરાયો પથ્થરમારો

જે સમય દરમિયાન વિદ્યાર્થીઓ પર પથ્થરમોરો કરવામાં આવ્યો હતો. અંધારું હોવાને કારણે કોણે પથ્થરમારો કર્યો તે જાણી શકાયું ન હતું. વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ ડોક્યુમેન્ટરી જોઈ ન શકાય તે માટે આવું કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સ્ક્રીનિંગ કરવાની કોશિશ કરી જે બાદ વિવાદ છેડાયો છે. વિવાદ છેડાતા યુનિવર્સિટીમાં તણાવપૂર્ણ માહોલ છવાઈ ગયો છે.  


શેને કારણે છેડાયો વિવાદ?

ગુજરાતમાં 2002માં થયેલા ગોધરા કાંડ પર આધારીત આ ડોક્યુમેન્ટરી હતી. બીબીસી દ્વારા 17 જાન્યુઆરીના રોજ આનો પહેલો એપિસોડ રિલીઝ થયો હતો. જેના ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુસ્લિમ અલ્પસંખ્યકોની વચ્ચેના તણાવ પર ફોક્સ કરે છે. બીજો એપિસોડ 24 જાન્યુઆરીએ રિલીઝ થવાનો હતો. ત્યારે કેન્દ્ર સરકારે પ્રથમ એપિસોડને હટાવી દીધો છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?