મોરબી નકલી ટોલનાકું અપડેટ : નકલી ટોલનાકામાં BJPના આગેવાન પણ સામેલ! આ મામલે પોલીસે આ લોકો વિરૂદ્ધ નોંધી ફરિયાદ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-05 12:00:02

ગુજરાતમાં અવારનવાર નકલી અધિકારીઓ, નકલી પોલીસ કર્મી, નકલી ખાણી-પીણીની વસ્તુઓ અને નકલી સરકારી કચેરીઓ પણ પકડાઈ ચૂકી છે. ત્યારે હવે ગુજરાતના મોરબીમાં નકલી ટોલનાકું ઝડપાતા હડકંપ મચ્યો છે. ગઈકાલથી આ અંગે ચર્ચા થઈ રહી છે. આ મામલે ત્વરીત પગલા લેવામાં આવી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે. નકલી ટોલનાકું ઉભું કરી વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ મામલે વ્હાઇટ હાઉસ સિરામીક કંપનીના અમરશી પટેલ સામે ગુનો નોંધાયો છે. આ સિરામીક કંપની સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશીની હોવાનું સામે આવ્યું છે. પોલીસે જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સામે ફરિયાદ નોંધી છે. આ કેસમાં પોલીસ પોતે ફરિયાદી બની છે.    



બંધ પડેલી સિરામીક ફેક્ટરીમાં ચલાવાતું નકલી ટોલનાકું!

દક્ષિણ ગુજરાતમાં એક સરકારી કચેરી ગેરકાયદે ધમધમતી હોવાના અહેવાલ તાજા જ છે ત્યારે રાજકોટથી માત્ર 50 કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર ગેરકાયદે ટોલનાકું ઊભું કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે આ બાબતે જો તપાસ કરવામાં આવે તો અનેક સરકારી અધિકારીનાં તપેલાં ચડી જાય તેમ છે. મોરબીના વાંકાનેરના વઘાસિયા ગામ નજીક બંધ પડેલી સીરામીક ફેક્ટરી ભાડે રાખીને ટોલનાકું ચલાવવામાં આવતું હતું.


ગેરકાયદેસર ઉઘરાવવામાં આવતા હતા પૈસા 

આ ટોલનાકું થોડા દિવસોથી નહીં પરંતુ છેલ્લા દોઢ વર્ષથી ચાલતું હતું. જેમાં ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200ની ઉઘરાણી કરાતી હતી. આમ મામલે નિવૃત આર્મીમેન ગણાવતા રવિ નામના વ્યક્તિએ નકલી ટોલનાકું ચલાવીને કરોડો રૂપિયાની કમાણી કરી હોવાના આક્ષેપ લાગ્યા છે. મોટામાથાઓ દ્વારા આ ટોલનાકું ચલાવાતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ સવાલ એ થાય છે કે, તંત્રને અત્યાર સુધી આ અંગે જાણ કેમ ના થઈ? કોની રહેમ નજર હેઠળ આ નકલી ટોલનાકું ચાલતું હતું તે મોટો સવાલ છે.


લાખો રૂપિયા નકલી ટોલનાકામાં ઉઘરાવવામાં આવતા!

રાજકોટ જિલ્લાના, વાંકાનેર પંથકના વઘાસીયા ટોલ પ્લાઝાથી બચવા માટે નાના-મોટા હજારો વાહનો માટે નજીકની ફેક્ટરી અને વઘાસીયા ગામના અમુક માથાભારે માણસોએ ગેરકાયદેસર રીતે ટોલ પ્લાઝાના નામે ટોલ પ્લાઝાથી ઓછી રકમ ઉઘરાવવાનો સિલસિલો ચાલુ કરતા રોજ લાખો રૂપિયાના ઉઘરાણા અને મહિને રૂપિયા એક કરોડથી પણ વધારે પૈસા એકત્ર કરાતો હોવાથી મૂળ ટોલ પ્લાઝા સંચાલકોને કરોડો રૂપિયાનુ નુકસાન જઈ રહ્યું છે. આ બાબતે સ્થાનિક એટલે કે વાંકાનેર પોલીસ સહિત લાગતા વળગતા સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ટોલ પ્લાઝાના નામે ગેરકાયદેસર ઉઘરાણા બંધ થતા ન હોવાનો ટોલ પ્લાઝાના મેનેજરએ આક્ષેપ કર્યો છે.



સંચાલકે પોતાની પ્રિમાઈસીસમાંથી વાહન ચલાવવા માટે કરી દીધો રસ્તો!

વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી અને વઘાસીયા ગામના અમુક માથાભારે શખ્સ દ્વારા નાના મોટા હજારો વાહનોને આવન જાવન કરવા માટે ટોલ પ્લાઝાના નામે ઉઘરાવવામાં આવતા રોજના લાખો રૂપિયા બાબતે ચોકાવનારી વિગતો એવી જાણવા મળી છે કે વાંકાનેર નજીકના રોડ ઉપર વઘાસીયા ટોલ પ્લાઝા ઉભુ કરવામાં આવ્યું છે. આ ટોલ પ્લાઝા ઉપરથી પસાર થતા વાહનો પાસેથી નિયમ મુજબ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. પરંતુ નાના મોટા વાહન ચાલકોને ટોલટેક્સ મોંઘો પડતો હોય આ ટોલ પ્લાઝા નજીકની વાઈટ હાઉસ નામની ફેક્ટરીના સંચાલકે પોતાની પ્રીમાઈસીસમાંથી નાના મોટા હજારો વાહનોને રોજ આવન જાવન માટે રસ્તો કરી દેતા એકંદરે વાહન ચાલકોને રાહત થાય છે. પરંતુ આવા વાહનોને પસાર કરવા માટે ફેક્ટરીના સંચાલકો એટલે કે આ ફેક્ટરીના ખીલે કુદતા અમુક પાલતુ માણસો દ્વારા નાના મોટા વાહનો પાસેથી રૂપિયા 50 થી માંડીને 200 સુધીના ગેરકાયદેસર રીતે ટોલ પ્લાઝાના નામે ઉઘરાણા કરવામાં આવે છે. રોજ સૂરજ ઉગે અને આથમે ત્યાં સુધીમાં તેમજ રાત આખી એટલે કે 24 કલાક દરમિયાન આ ફેક્ટરીએ બનાવેલ રોડ ઉપરથી હજારો વાહનો પસાર થતા હોય છે જેને લઈને રોજ કરાતા ઉઘરાણા નો આંકડો બેથી પાંચ લાખ સુધી પહોંચી જાય છે. આ આંકડાની ગણતરી મહિનામાં કરીએ તો મહિને રૂપિયા એક થી દોઢ કરોડના ઉઘરાણા કરવામાં આવે છે. આટલી રકમ વઘાસિયા ટોલ પ્લાઝાના સંચાલકોને ગુમાવવી પડે છે. હકીકતે વઘાસીયા ટોલ પ્લાઝા ઠેકાડીને ફેક્ટરી તેમજ વઘાસિયા ગામના લોકોએ શરૂ કરેલો રસ્તો ખરેખર ગેરકાયદેસર છે. આવી રીતે કોઈ વાહનોને પ્રવેશ આપીને આવન જાવન કરાવી શકાય નહીં તેવો સરકારી કાયદો છે. 



આ લોકો વિરૂદ્ધ કરાઈ ફરિયાદ 

પરંતુ આવા ઉઘરાણામાં ટોપ ટુ બોટમ એટલે કે પ્રવર્તમાન સરકારના માણસો પણ સંડોવાયેલા હોવાથી વઘાસીયા ટોલ પ્લાઝાના સંચાલકોની ફરિયાદો કોઈ પણ સત્તાધીશો સાંભળતા જ નથી. ત્યારે એવી માહિતી સામે આવી છે કે જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સામે નોંધાઇ ફરિયાદ ઉપરાંત અમરશી પટેલની સિરામીક કંપની હોવાનું સામે આવ્યું છે. સીદસર ઉમિયાધામના પ્રમુખના પુત્ર અને બંધ પડેલી ફેક્ટરીના માલિક તેમજ ભાજપના આગેવાન તેમજ વઘાસિયા ગામના સરપંચ સહિત પાંચ લોકો વિરૂદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?