નેહા સિંહ રાઠોડ બિહારની પ્રખ્યાત લોક ગાયિકા છે. હવે તેનું નવું ભોજપુરી ગીત ગુજરાત મેં કા બા? બહાર પાડવામાં આવ્યું છે. આ ગીત પર મોરબી બ્રિજ અકસ્માતનો ઉલ્લેખ કરીને તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
આ ગીત પર મોરબી બ્રિજ અકસ્માતનો ઉલ્લેખ કરીને તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ગુરુવારે સાંજે, ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો લટકતો પુલ તૂટી પડ્યો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા. જોકે, બચાવ કાર્યમાં સેનાના જવાનો અને NDRFની ટીમના સંયુક્ત ઓપરેશનમાં 170 લોકોને બચાવી લેવાયા હતા. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક સાથે 400 થી વધુ લોકો પુલ પર સવાર હતા. જાણવા મળી રહ્યું છે કે મોરબીનો લટકતો પુલ 7 મહિના બાદ ફરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો હતો. જે બાદ આ અકસ્માત થયો હતો. આ કેસમાં ઓરેવા ગ્રુપના ચાર કર્મચારીઓ સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ ગીત કોંગ્રેશના મહિલા નેતા સુપ્રિયા શ્રીનાતેએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી લખ્યું "गुजरात मॉडल तो रंगा सियार बा गुजरात में का बा?