ઉત્તર પ્રદેશમાં
આજથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે સત્ર પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ
અખિલેશ યાદવ પોતાના કાર્યકરો સાથે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. વધતી
મોંઘવારી, બેરોજગારીના મુદ્દાને લઈ પાર્ટી ઓફિસથી વિધાનસભા ગૃહ સુધી અખિલેશ યાદવ
તેમના પાર્ટીના કાર્યકરો સાથે પદયાત્રા કરી રહ્યા છે. પદયાત્રા કરી ગૃહ સુધી
પહોંચે તે પહેલા જ પોલીસે તેમને આગળ જતા રોકી દીધા હતા. જેને કારણે ઘર્ષણ સર્જાયું
હતું.
યોગી સરકારને ઘેરવાનો પ્રયાસ
યોગી સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરવા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પદયાત્રા શરૂ કરી છે. પાર્ટી ઓફિસથી વિધાનસભા ગૃહ સુધી ચાલી પોતાનો વિરોધ દર્શાવાનો તેમનો પ્લાન હતો. પરંતુ અડધા રસ્તે તેમને રોકી દેવાયા હતા.
પોલીસનું કહેવું છે કે પોલીસ પરમિશન વગર તેઓ નિકળ્યા છે તે માટે તેમને રોકી દેવાયા છે. સપાની માર્ચ નિકળે તે પહેલા પોલીસ કાફલાને તેનાત કરી દેવાયો હતો.યુપીમાં રાજનીતિ ગરમાઈ
સપાની પદયાત્રા શરૂ થતા રાજનીતિ ગરમાઈ છે. માર્ચને રોકી દેવાતા અખિલેશ યાદવ ધરણા પર ઉતરી યોગી સરકારનો વિરોધ કરી રહ્યા છે. પદયાત્રા પર નિવેદન આપતા યોગીએ કહ્યું કે વિપક્ષને પોતાની વાત કહેવાનો હક છે પરંતુ આ બધી વાતો વિધાનસભામાં થવી જોઈએ.