ઉત્તર પ્રદેશ - KDA ના રહીશોએ કંટાળીને પોતાના ઘરને તોડવાની અપીલ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:05:39

ઉત્તરપ્રદેશની યોગી સરકાર ગુનેગારોની ઈમારતો પાડવાની કામગીરી કરી રહી છે જેનો વિરોધ અનેક રાજનેતાઓએ કર્યો હતો. પરંતુ તે બાદ પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિનો લાભ રાજકીય પાર્ટી ઉઠાવે તો ઠીક પરંતુ આ વખતે આવી પરિસ્થિતિનો લાભ સામાન્ય જનતાએ લીધો છે. કેડીએ રેસિડેન્સીના રહીશોએ પોતાના ઘર તોડવાની આજીજી યોગી સરકારને કરી છે.

પોસ્ટર લગાવી કર્યો અનોખો વિરોધ 

વરસાદ વખતે આ બિલ્ડીંગના બીમમાંથી પાણી ટપકવા લાગ્યું હતું જેને કારણે રહીશો વિરોધ કરી રહ્યા છે. કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ કેડીએ રેસિડેન્સીમાં 250 જેટલા પરિવારને ઘર વેચ્યા હતા. આશરે 3 વર્ષ જેટલા સમયમાં જ બીમમાંથી પાણી ટપકવા લાગ્યું છે. રહીશોએ આ અંગે ફરિયાદ પણ કરી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવ્યો હતો.

 


 પોતાના ઘરને તોડવાની કરી માગ

પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રહીશોએ બેનરો લગાવી પોતાની બિલ્ડીંગને પાડી નાખવા યોગી સરકારને ભલામણ કરી હતી. ઉપરાંત સ્થાનિકોએ આક્ષેપ લગાવતા કહ્યું કે KDA અધિકારીએ કમિશન ખાઈને અમારા મૃત્યુ માટે ફ્લેટ બનાવ્યો છે.

મહત્વનું છે કે કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી સેંકડો ખરીદારોએ ફ્લેટ ખરીદ્યા હતા. પરંતુ માત્ર 3 વર્ષમાં બિલ્ડીંગની આવી હાલત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યા છે. કાનપુરમાં કેડીએ રેસિડેન્સી એપાર્ટમેન્ટને એક વૈભવી હાઉસિંગ પ્રોજેક્ટ માનવામાં આવે છે. જેમાં અનેક પ્રતિષ્ઠિત લોકો રહે છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...