આજકાલ ડિઝિટલ યુગનો જમાનો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો ફેમસ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક વખત એવી વાતો કહી દેતા હોય છે જેને કારણે તેમની મુશ્કેલી વધી ગઈ છે. ત્યારે યુપી મેં કા બા ફેમ નેહા સિંહ રાઠોડની મુશ્કેલીમાં વધારો થયો છે. મંગળવારે યુપી પોલીસે તેમને નોટિસ ફટકારી છે. કાનપુર આગની ઘટનાને લઈ નેહા દ્વારા બનાવામાં આવેલા ગીતને લઈ નોટિસ આપવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે નેહા વીડિયો દ્વારા સમાજમાં નફરત અને તણાવ ફેલાવાનું કામ કરે છે. નોટિસમાં પોલીસ દ્વારા 7 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેનો ખુલ્લાસો ત્રણ દિવસની અંદર કરવા કહેવાયું છે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
પોલીસે નેહાને ફટકારી નોટિસ
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અનેક લોકો ફેમસ થઈ જતા હોય છે. મોટી સંખ્યામાં તેમના ફેન ફોલોઈંગ હોય છે. અનેક વખત તેમના પોસ્ટને કારણે વિવાદ સર્જાતો હોય છે. ત્યારે યુપીમેં કા બા ફેમ નેહા રાઠોડને પોલીસે નોટિસ ફટકારી છે. નેહાએ તાજેતરમાં કાનપુર દેહાત આગની ઘટના પર એક વીડિયો બનાવ્યો હતો. નેહાએ કા બા સિઝન 2 ગીત ગાયું જેમાં આ ઘટના પર વાત કરવામાં આવી છે.
નોટિસમાં નેહાને પૂછાયા છે સાત પ્રશ્નો
મંગળવાર સાંજે નેહા રાઠોડે પોતાના ટ્વિટર અકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે નેહાને નોટિસ ફટકારી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે કા બા સીઝન 2 વીડિયો દ્વારા સમાજમાં નફરત ફેલાવાનું કામ કર્યું છે. કાનપુર પોલીસની એક ટીમે મંગળવાર રાતે નેહા સિંહને નોટીસ ફટકારી છે. નોટિસમાં પોલીસે નેહાને અનેક પ્રશ્નો પૂછ્યા છે. નોટિસમાં તેમને પૂછવામાં આવ્યું છે કે તેમણે ગાયેલા ગીતો તેણે લખ્યા છે કે અન્ય કોઈએ. ગીત લખવા અને ગાવાનો આધાર શું છે. જવાબ આપવા પોલીસે ત્રણ દિવસનો સમય આપ્યો છે જો ત્રણ દિવસમાં યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.