સામાન્ય રીતે બેન્કમાં પૈસા ભરવા, પાસબુક ભરાવા કે અન્ય કોઈ માટે માણસો આવતા હોય છે. પરંતુ શું તમે બેન્કમાં કદી આખલાને જોયો છે? તમે બેન્કમાં હાજર હોવ અને બળદ ઘૂસી આવે તો શું પરિસ્થિતિ સર્જાય તેનો અંદાજ તમે લગાવી શકો છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશથી સામે આવી છે જ્યાં એસબીઆઈ બેન્કમાં વર્કિંગ અવર્સ દરમિયાન એક બળદ ઘૂસી આવ્યો છે પછી જે થયું એ....બેન્કમાં આખલો ઘૂસી આવતા બેન્કમાં હાજર લોકો ઘભરાઈ ગયા અને અફરા- તફરી જેવો માહોલ સર્જાયો હતો.
SBI બેંકમાં ઘૂસી આવ્યો બળદ!
રખડતા ઢોરનો ત્રાસ તો રસ્તા પર જોવા મળતો હોય છે પરંતુ બેન્કમાં જ્યાં સુરક્ષા હોય છે ત્યાં પણ બળદ કે ગાય આવી જાય તો! આવો કિસ્સો ઉત્તર પ્રદેશમાં બન્યો છે. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એસબીઆઈ બેન્કમાં એક બળદ ઘૂસી જાય છે. જે બેન્કનો વીડિયો વાયરલ થયો છે તે એસબીઆઈ બેંકની ઉન્નાવનો છે. બેંકમાં જ્યારે બળદ ઘૂસે ત્યારે બેંકમાં હાજર લોકોની પરિસ્થિતિ કેવી થઈ તે વીડિયોમાં જોઈ શકાય છે. અહીંયા-તહીંયા લોકો ભાગવા લાગ્યા. કાઉન્ટર ઉભેલા વ્યક્તિ લોકોને ત્યાંથી હટવા માટે કહી રહ્યા છે.
અખિલેશ યાદવે કહી વાત!
જે વીડિયો વાયરલ થયો છે માત્ર અમુક સેકેન્ડોનો જ છે. બેંકમાં ઘેસૂલો આખલો આગળ ક્યાં જાય છે તેની ખબર નહીં પરંતુ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે... આ વીડિયોને લઈ અખિલેશ યાદવે પણ પ્રતિક્રિયા આપી છે. અખિલેશ યાદવે વીડિયો ટ્વિટ કરતા લખ્યું કે બળદની શું ભૂલ, કોઈએ કહ્યું હશે કે બીજેપી બધાના ખાતામાં 15 લાખ જમા કરાવી રહી છે. તે ભ્રમ અને બહાકાવવામાં આવીને બેંકમાં પહોંચ્યો હશે. ત્યારે આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો...