રાજયમાં માવઠાના કારણે ઘઉંના ભાવ આસમાને, ગૃહિણીનોનું બજેટ ખોરવાયું


  • Published By :
  • Published Date : 2023-04-03 13:42:35

ગુજરાતમાં થઈ રહેલા સતત માવઠાંના કારણે ખેતીના ઉભા પાકને જબરદસ્ત નુકસાન થયું છે. જો કે સૌથી વધુ નુકસાન ઘઉં અને કેરીના પાકને થયું છે, આ જ કારણે બજારમાં ઘઉંની ભારે અછત સર્જાતા ભાવ આસમાને પહોંચ્યા છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘઉંના ભાવમાં 40 ટકા જેટલો વધારો થયો છે. રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં પણ સારી ક્વોલિટીના ઘઉંની આવક ઓછી થઇ રહી છે. જેની સામે માંગ વધુ હોવાથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વેપારીઓ અનુસાર, આગામી દિવસોમાં ઘઉંની કિંમતમાં હજુ પણ વધારો થાય તેમ છે. ઘઉંના ભાવમાં ફડકો થતાં ગુજરાતીઓની પ્રિય રોટલી પણ મોંઘી બની છે.


ગૃહિણીનોનું બજેટ ખોરવાયું


ગુજરાતમાં દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ઘઉંની સિઝનમાં ગૃહિણીઓ બાર મહિના માટે ઘઉંની ખરીદી કરતા હોય છે. આ સમયે ઘઉંના ઉંચા ભાવની અસર ખરીદી પર પણ જોવા મળી રહી છે. ઘઉંની વિવિધ ક્વોલિટીના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 900 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. ઘઉંની માંગ અને ભાવ બન્નેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘઉંની કિંમતમાં વધારો થતાં તૈયાર લોટના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તૈયાર લોટના ભાવમાં કિલોગ્રામ દીઢ 15થી 20 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.


ઘઉંનો ભાવ કેટલો વધ્યો?


રાજ્યમાં હાલ સારી ગુણવત્તાના દાઉદખાની ઘઉંની કિંમતમાં 40 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. 100 કિલોગ્રામ ઘઉંનોનો ભાવ 6800 રૂપિયા જેટલો છે. જે ગત વર્ષ કરતાં 40 ટકા વધુ નોંધાયો છે. બીજી બાજુ, શિહોરી ટૂકડીનો ક્વિન્ટલ દીઠ ભાવ 4500 છે, જે ગત વર્ષે 3900 રૂપિયા જેટલો હતો. રજવાડી બંસીનો ભાવ 4300 છે, જે ગત વર્ષે 3800 રૂપિયા જેટલો હતો. લોકવનનો ભાવ 3500 છે, જે ગત વર્ષે 2900 રૂપિયા હતો. આમ, ઘઉંની વિવિધ ક્વોલિટીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે માવઠાને કારણે ઘઉંની ગુણવત્તા પર અસર પડી છે. નબળી ગુણવત્તા છતાં ભાવમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?