સમગ્ર રાજ્યમાં ઠેરઠેર કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-18 18:12:18

રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર, ભરૂચ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. પાવાગઢ,અંબાજી સહિત અનેક મંદિરોમાં ભક્તો ભીંજાતા દર્શન કરી રહ્યા છે. 

કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં 

કચ્છમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જીલ્લાના વાઢીયા, શિકારપુર,માણાબા સહિતના ગામોમાં માવઠું પડ્યું હતું. જ્યારે બનાસકાંઠાના અંબાજીના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. પવન સાથે વરસાદનું આગમન થયું હતું. તે સિવાય સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જામનગરમાં પણ માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે.       

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ સાથે કરા પડ્યાં

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે તેની માઝા મૂકી હતી, ખાસ કરીને ડાંગ, તાપી જેવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે, તાપીમાં સતત બીજે દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ડોલવણના અનેક વિસ્તારોમાં વરસાદની સાથે સાથે કરા પણ પડ્યાં છે, જેને લીધે ખેડૂતોના પાકને મોટાં પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...