ગાજવીજ સાથે માવઠાંની એન્ટ્રી, રાજ્યના વિવિધ ભાગોમાં ઘોધમાર કમોસમી વરસાદ, જગતનો તાત થયો ચિંતિંત


  • Published By :
  • Published Date : 2023-03-06 19:08:04

 હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બપોર બાદ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.રાજ્યના અમદાવાદ,વડોદરા,સુરત, નવસારી,વલસાડ, પાટણ, ભરૂચ, અમરેલી, મોરબી, બનાસકાંઠા, સંઘપ્રદેશ દમણ ઉપરાંત ઉમરગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે.  


વૃક્ષો ધરાશાઈ થયા 


વડોદરા શહેરમાં સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ થતાં શહેરમાં ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરામાં ભારે પવન ફૂંકાતા શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થયા છે. શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે આવેલ વિશાળ વૃક્ષ ધરાશાઈ થતા વૃક્ષ નીચે પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો દટાયા છે. કેટલાક સ્થળોએ રોડ પાસે જ વૃક્ષ ધરાશાઈ થતાં ટ્રાફિક જામ થયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 


હોળી આયોજકોમાં ચિંતા


રાજ્યમાં કમોસમી વરસાદથી હોળી આયોજકો ચિંતાતુર બન્યા છે. વિવિધ શહેરોમાં અનેક સ્થળોએ હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતું સર્વત્ર પાણી ભરાતા અને માવઠાંથી લાકાડાં પણ ભીંના થતાં હવે હોળી દહન કઈ રીતે કરવું તેને લઈને આયોજકો વિમાસણમાં મુકાયા છે. 


જગતનો તાત ચિંતાતુર


વાદળછાયા વાતાવરણ અને માલઠાંના કારણે રાયડો, ઘઉં, રાજગરા,કપાસ, બટાટા અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હજુ પણ આગામી સમયમાં વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોના જીવ અધ્ધર છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..