રાજ્યમાં હજુ નથી ટળ્યું માવઠાનું સંકટ, આ તારીખે ફરી તૂટી પડશે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-04-02 18:47:20

ગુજરાત પર હજુ પણ માવઠાનો ખતરો તોળાઈ રહ્યો છે, રાજ્યમાં ફરી એક વખત ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ફરી એક વખત માવઠાની આગાહી કરતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે.


આ જિલ્લામાં થશે કમોસમી વરસાદ


રાજ્યમાં 5 અને 6 એપ્રીલે ફરી એક વખત આસમાની આફતરૂપી કમોસમી વરસાદ થાય તેની હવામાન વિભાગે  આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થઈ શકે છે. હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદ પહેલા ગરમીનો પારો ઉંચો જશે. ઉતર પશ્ચિમના પવન ફૂંકાતા જ મહત્તમ તામપાનમાં 2 થી 4 ડિગ્રી વધી જશે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારે 35 ડિગ્રીને પાર જવાની આશંકા છે. 


જગતનો તાત ચિંતામાં 


હવામાન વિભાગનું અનુમાન છે કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. જેના કારણે 5 અને 6 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.  5 અને 6 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. બે દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક બગડશે અને મહેનત પર પાણી ફરી વળશે. અત્યારે પાક લણવાની અણી પર છે ત્યારે કેટલોક પાક ઉભો છે ત્યારે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા થી ખેડૂતોમાં ચિંતા વધી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?