રાજ્યમાં થઈ શકે છે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલે જાન્યુઆરીના આ દિવસો દરમિયાન માવઠાની કરી આગાહી


  • Published By :
  • Published Date : 2024-01-23 19:34:43

રાજ્યમાં એક તરફ કાતિલ ઠંડીથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના જાણીતા હવામાન વિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે તે દરમિયાન હવામાનમાં પલટાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી થઈ શકે છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપને લઈ 27 થી 30 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ સમયગાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. તે ઉપરાંત ફેબ્રુઆરી મહિનાની શરૂઆતના દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં હળવો કમોસમી વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.  


જગતના તાતની ચિંતા વધી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી બાદ જગતના તાતની ચિંતા વધી છે. રાજ્યોમાં માવઠું થાય તો ખેડૂતોના શિયાળું પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે. 27 જાન્યુઆરીથી લઈને 30 જાન્યુઆરી સુધીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેથી ખેડૂતોની તેમના ઉભા પાકને લઈ ચિંતા વધે તે સ્વાભાવિક છે. 


હવામાન વિભાગે શું કહ્યું?


રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે આગાહી કરી છે ત્યારે રાજ્યના હવામાન વિભાગે હવામાનમાં કોઈ મોટા ફેરફાર ન થવાની વાત કહીં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નજીક પહોંચ્યું છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહી. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. વળી વર્ષ 2023-24માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઇ લે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. એટલે જે પ્રમાણે માર્ચ મહિનાથી તાપમાન ઊંચુ જતુ હોય છે તેમ આ વખતે 15 ફેબ્રુઆરીથી ઊંચુ જાય તેવું લાગી રહ્યુ છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...