એક તરફ કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા હતા. તે દરમિયાન હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક શહેરો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે સાચી પૂરવાર થઈ છે. ગત મોડી રાત્રે અનેક શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સુરત, ભાવનગર, ભરૂચ સહિતના શહેરોમાં ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
અનેક શહેરોમાં વરસ્યો કમોસમી વરસાદ
રાજ્યમાં થોડા સમયથી હાડ થીજાવતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. ગુજરાતના અનેક શહેરોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે મુજબ સુરત, ભાવનગર જેવા શહેરોના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.
અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
સુરત,ભાવનગર, ભરૂચ સિવાય આણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત વડોદરામાં પણ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ વરસવાને કારણે અનેક શહેરોમાં ઠંડીનું જોર ઘટી ગયું છે. આગામી 48 કલાક સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી કલાકો દરમિયાન વાતાવરણ વાદળછાયું તેમજ ભેજવાળું રહેશે.