Gujaratના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ, માવઠાને કારણે વધી પતંગના વેપારીની ચિંતા, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-10 11:09:50

કમોસમી વરસાદને કારણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે જાન્યુઆરીમાં પણ માવઠું આવી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ધરમપુર તાલુકના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વહેલી સવારે વરસાદ આવ્યો જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સોમવારે અનેક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી પણ કરી હતી જે સાચી સાબિત થઈ રહી છે. વડોદરા, ડભોઈ જેવા વિસ્તારોમાં માવઠું આવ્યું હતું.


અનેક વિસ્તારોના વાતાવરણમાં આવ્યો પલટો 

વરસાદનું પણ કંઈ ઠેકાણું રહ્યું નથી. ગમે ત્યારે વરસાદ આવી જાય છે. ઉનાળામાં પણ વરસાદ આવે છે તો કોઈ વખત શિયાળામાં વરસાદ આવે છે. જે પ્રમાણે વાતાવરણમાં અચાનક પલટો આવી રહ્યો છે તે જોતા લાગે છે કે કુદરત પણ જાણે કન્ફ્યુઝ થઈ ગઈ હોય. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વડોદરા, શિનોરસ પાવાગઢ, વલસાડ, દાહોદ, સુરત, નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જ્યારે અનેક વિસ્તારોમાં આજે સવાર સુધીમાં સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે ન માત્ર ખેડૂતો પરંતુ પતંગ વેચનાર વેપારીઓ ચિંતિત થઈ ગયા છે. 


આ જગ્યાઓમાં આવ્યો કમોસમી વરસાદ 

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડ તાલુકામાં પણ કમોસમી વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં મોડી રાત્રે હળવો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. નવસારીના અનેક ભાગોમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ દેખાઈ હતી. 


શું કહે છે અંબાલાલ પટેલની આગાહી? 

ઉત્તરાયણ સમયે કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 14 તેમજ 15 જાન્યુઆરી દરમિયાન વરસાદ આવી શકે છે જેને કારણે પતંગ રસિયાઓની ચિંતા વધી છે. તેમની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા તો વધી છે પરંતુ સાથે સાથે પતંગના વેપારીઓની ચિંતા પણ વધી છે. અનેક જગ્યાઓથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પતંગ પર વરસાદી પાણી ફરી વળ્યું હોય.       

 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...