રાજ્યના અનેક જિલ્લાઓ માટે કરાઈ છે કમોસમી વરસાદની આગાહી, માવઠાને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-06 09:37:16

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શનિવારે પણ અનેક જિલ્લાઓમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે આગામી ચાર-પાંચ દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક જિલ્લામાં વરસી શકે છે કમોસમી વરસાદ   

શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો તેવી જ રીતે આ વર્ષે ઉનાળામાં આકરો તાપ રહેશે તેવું લાગી રહ્યું છે. ઉનાળાની વચ્ચે જ કમોસમી વરસાદનું આગમન થઈ ગયું છે. ડાંગ, અમદાવાદ તેમજ બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે  રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર તેમજ અમરેલીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ખેડૂતોને આવ્યો રડવાનો વારો 

ઉનાળાની શરૂઆતમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ માવઠાને કારણે પાક નિષ્ફળ જવાની ભીતી સેવી રહ્યા છે. ઉપરાંત અનેક એપીએમસીથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વરસાદને કારણે પાક પલળી ગયો છે. ખુલ્લા પડેલા પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. ઉપરાંત ખેતરમાં થયેલા પાકને પણ માવઠાને કારણે નુકસાન થતું હોય છે. લસણ, જીરું, ઘઉં તેમજ મરચાના પાકને કમોસમી વસસાદને કારણે નુકસાન થયું છે. જગતના તાતની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...