કાળઝાળ ગરમીનો અહેસાસ રાજ્યના લોકોને થઈ રહ્યો છે. અનેક શહેરોનું તાપમાન 40થી 45 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. આકરા તડકાનો સામનો લોકો કરી રહ્યા છે. અમદાવાદ માટે આગામી બે દિવસ માટે યેલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મે મહિનામાં પ્રી મોન્સુન એક્ટિવીટી જોવા મળશે જેને કારણે વરસાદ વરસશે. ત્યારે ભાવનગરમાં કમોસમી વરસાદ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
તાપમાનમાં થશે આંશિક ઘટાડો!
ભરઉનાળે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માવઠાને કારણે ગરમીનો અહેસાસ થતો ન હતો પરંતુ કમોસમી વરસાદ બંધ થતાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે તો ક્યાંક તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તાપમાનમાં આંશિક ઘટાડો આવશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જમાવટની ટીમે અંબાલાલ કાકા સાથે કરી વાત!
કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ 28 મેથી 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નક્ષત્રો તેમજ ગ્રહોની સ્થિતિ જોઈ અંબાલાલ પટેલ આગાહી કરતા હોય છે. જમાવટની ટીમને તેમણે સમજાવ્યું કે કેવી રીતે વાતાવરણ બદલાય છે?