કાળઝાળ ગરમીનો અહેસાસ ગુજરાતીઓને થઈ રહ્યો છે.. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો સતત વધ્યો હતો અને આગામી દિવસો માટે પણ અનેક જગ્યાઓ પર હિટવેવની આગાહી કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે અનેક જગ્યાઓ માટે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.... રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 12મી અને 13મી તારીખ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠું આવી શકે છે...
રાજ્યના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ
ગરમીનું પ્રમાણ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે.. તાપમાનના પારામાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. મતદાનના દિવસે પણ ગરમીનું પ્રમાણ વધારે હતું.. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો.. આગામી દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં આવે પરંતુ તે બાદ રાજ્યના અનેક ભાગો માટે છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે..
ક્યાં માટે હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી?
હવામાન વિભાગે હિટવેવની પણ આગાહી અનેક જગ્યાઓ માટે કરી છે.. દીવ અને ભાવનગર માટે હીટવેવની આગાહી કરાઈ છે. દીવ અને ભાવનગરના તાપમાનમાં વધારો થઈ શકે છે અને તે બાદ 12 અને 13 મેના રોજ પ્રી મોનસૂન એક્ટિવિટી થવાને કારણે અનેક ભાગોમાં વરસાદની સંભાવના રેહલી છે.. છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નર્મદા તેમજ ડાંગમાં વરસાદ આવી શકે છે તેવું અનુમાન છે..
અંબાલાલ કાકાએ પણ કમોસમી વરસાદને લઈ કરી આગાહી...
મહત્વનું છે કે ના માત્ર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.. તેમની આગાહી અનુસાર મે મહિનામાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે.. મે મહિનામાં કેટલા ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.. ઉલ્લેખનિય છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે.. પાક નિષ્ફળ જવાથી તેમને નુકસાન ભોગવવાનો વારો આવે છે..