ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી વાતો થઈ રહી હતી. ગુજરાતના અનેક ભાગોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દેશના બીજા રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તમિલનાડુમાં તો છેલ્લા અનેક દિવસોથી વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદને પગલે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગે દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે.
આ રાજ્યોમાં વરસી શકે છે વરસાદ
શિયાળાનો અહેસાસ ધીમે ધીમે થવા લાગ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે વરસાદ કદાચ નહીં પડે. પરંતુ શિયાળામાં પણ વરસાદ વરસી રહ્યો છે. દેશના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે આગાહી કરી છે. સોમવાર સુધી દેશના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે. તે ઉપરાંત તમિલનાડુમાં તો એક બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. શનિવાર, રવિવાર તેમજ સોમવારે વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થયું છે જેને કારણે આ વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં આવશે કમોસમી વરસાદ!
મહત્વનું છે કે તમિલનાડુ અને કેરળમાં તો પહેલેથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુ, ચેન્નાઈમાં પણ ભારે વરસાદને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તમિલનાડુ અને પુડુચેરીમાં પણ તોફાન આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.