ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થયો છે. શિયાળા પાકનું વાવેતર ખેડૂતોએ કરી દીધું પરંતુ માવઠાને કારણે ફરી એક વખત ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો થતો હોય છે. શિયાળાની સિઝન ભલે હોય પરંતુ માવઠું ખેડૂતોને રડાવી રહ્યું છે. ત્યારે આગામી બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાત મિચોંગને કારણે ગુજરાતનું હવામાન બદલાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તેમજ સાબરકાંઠામાં માવઠું આવવાની સંભાવના છે.
આ જિલ્લાઓમાં આવી શકે છે કમોસમી વરસાદ!
શિયાળાની અનુભુતી ધીમે ધીમે થઈ રહી હતી. લોકોએ ગરમ કપડા પણ કાઢી દીધા હતા પરંતુ પરિસ્થિતિ એવી ઉભી થઈ કે લોકોને રેઈનકોર્ટ પાછા કાઢવા પડ્યા. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો અને વાતાવરણને પલટાવી ગયો. માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ખેડૂતો રડવા મજબૂર બન્યા છે. એવું માનવામાં આવતું હતું કે વરસાદથી છુટકારો મળી જશે પરંતુ કમોસમી વરસાદને કારણે શિયાળામાં વરસાદી માહોલનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી શકે છે. દાહોદ ,અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતોને રડવાનો વારો આવ્યો!
કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. પાકને નુકસાનીના અનેક દ્રશ્યો પણ સામે આવ્યા છે. પહેલાથી જ ખેડૂતોની હાલત એકદમ ખરાબ હતી ત્યારે આ માવઠું ખેડૂતોને પાયમાલ બનાવીને છોડશે તેવું લાગી રહ્યું છે! મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે.