રાજ્યમાં ભર શિયાળે અષાઢી માહોલ, રાજ્યના 9 જિલ્લામાં માવઠું અને કરાવર્ષાથી જનજીવન ખોરવાયું


  • Published By :
  • Published Date : 2023-01-28 20:25:35

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી ગાત્રો થીજાવતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ સહિત સુરત, વડોદરા સહિતના રાજ્યના વિવિધ શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. 


અમદાવાદમાં વરસાદી ઝાપટું


અમદાવાદમાં વાદળોની ગર્જના સાથે વરસાદી ઝાપટું પડતા રોડ સાઈડમાં પાણી ભરાયાં હતા. શહેરના મણિનગર, ઈસનપુર, નારોલમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. આ સાથે જ 3 વાગ્યાની આસપાસ ફરી મેઘરાજાએ એન્ટ્રી મારતા જશોદાનગર નવી વસાહત વિસ્તારમાં કરા પડ્યા હતા અને ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. માવઠાએ લગ્નની મજા બગાડી હતી. આ જ પ્રકારે પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, આશ્રમ રોડ, ઉસ્માનપુરા, પાલડી સહિતના વિસ્તારમાં તડકામાં વરસાદ શરૂ થતા રોડ પરથી પાણી વહેવા લાગ્યું હતું. શહેરમાં કમોસમી વરસાદ પડતા લોકોએ ડબલ સીઝનનો અનુભવ કર્યો હતો.


રાજ્યના આ જિલ્લાઓમાં માવઠું


હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી તેના પગલે રાજ્યના અમદાવાદ, ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને પંચમહાલ સહિતના પથંકમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું હતું, જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારમાં માવઠાની સાથે કરાવર્ષા પણ થઈ હતી.


ખેડૂતોની ચિંતા વધી


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં છુટોછવાયો કમોસમી વરસાદ પડતાં તમાકુ, ડાંગર, ઘઉં, બાજરી, ચણા, કપાસ, જીરૂ અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાન થઇ શકે છે,  કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?