આગામી 24 કલાક રાજ્યમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હોળી દહન દરમિયાન પણ વરસ્યો હતો વરસાદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-07 10:21:12

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હોળી સમયે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માર્ચમાં માવઠું પડી રહ્યું છે. સોમવારે રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ભરૂચ, નર્મદા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, પાટણ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હોળી પર્વની ઉજવણી વરસાદ વચ્ચે કરવામાં આવી હતી.



રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો 

છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં, સુરતમાં, અમદાવાદ,ડાંગ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. અનેક સ્થળો પર કરા પણ વરસ્યા હતા. વરસાદને કારણે હોળી દહનમાં પણ વિધ્ન આવ્યું હતું. છાણા તેમજ લાકડાઓ પલળી ગયા હતા. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક સ્થળો પર વીજળી પડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. રાજ્યના 56 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આગાહી પ્રમાણે બનાસકાંઠા, અમરેલી, વલસાડ. દમણ, સોમનાથ, જૂનાગઢ સહિત સુરત, તાપી,નર્મદા, દીવમાં વરસાદ વરસી શકે છે. 

કેટલાક સ્થળે કરા પડ્યા


કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા 

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરી છે. વાતાવરણમાં પલટો આવતા સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. મિશ્ર વાતાવરણને કારણે લોકોમાં શરદી-ખાંસીના લક્ષણો જોવા મળી રહ્યા છે. ઉપરાંત ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.  




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...