કમોસમી વરસાદે ખેડૂતોને ભર ઉનાળે રડાવ્યા! પાકને થયેલા નુકસાન માટે સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-21 17:37:05

ઉનાળામાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. અનેક જગ્યાઓ પર વરસેલા કમોસમી વરસાદે પાકોને મોટા પાયે નુકસાન કરાવ્યું છે. જેને કારણે ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. માવઠાને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારના ખેડૂતોને ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે. કમોસમી વરસાદને કારણે કોઈના જીરાનો પાકને નુકસાન થયું છે તો કોઈનો કપાસના પાકને નુકસાન થયું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વરસાદ પડતા તલ, જીરૂ, રાયડો, વરિયાળી સહિતના પાકોને નુકસાન થયું હતું. ત્યારે પોતાની વાત સરકાર સુધી પહોંચે તે માટે ખેડૂતો અલગ અલગ રસ્તા અપનાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતોઓ મડદાના કપડા એટલે કે ખાપણ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

   

ખરખરો કરી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ 

રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ માવઠું આવવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર સુધી માવઠાને કારણે થયેલા નુકસાન અંગેની વાત પહોંચે તે માટે ખેડૂતો અલગ અલગ રસ્તો અપનાવી વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર પંચાયત ખેતીવાડી અધિકારીને ખરોખરો કરી રજૂઆત કરી હતી કે તાત્કાલિક સર્વે કરીને પાક વિમો આપવામાં આવે છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...