ગુજરાતમાં કમોસમી વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા ઘણા દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ થતાં કેરીના પાકને મોટા પાયે નુકશાન પહોંચ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવા ખેડૂતોએ તૈયાર રહેવું પડશે કારણે કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.
વલસાડમાં પણ વરસ્યો કમોસમી વરસાદ!
રાજ્યના અનેક જિલ્લાઓમાં વૈશાખ મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસુ બેઠું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત દ્વારકામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ થયો હતો. દ્વારકા જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ થયો હતો. વલસાડમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ!
તે સિવાય કચ્છમાં પણ સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ નોંધાયો હતો. ગઈકાલે અમરેલી, રાજુલા, બાબરિયાધાર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. આજે પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે બીજી મે માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
કૃષિમંત્રીએ આપ્યું નિવદેન!
ઉનાામાં પડી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતો રડવા પર મજબૂર બન્યા છે. ખેડૂતો પર કુદરતી આફત તૂટી પડી છે. કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. એક તરફ પાક નિષ્ફળ જઈ રહ્યો છે તો બીજી તરફ સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી નથી. ત્યારે આ મામલે કૃષિમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી.