કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી, રાજ્યમાં આ તારીખે પડશે કમોસમી વરસાદ, જગતનો તાત થયો ચિંતિંત


  • Published By :
  • Published Date : 2023-11-20 15:04:29

ગુજરાતમાં ફુલગુલાબી ઠંડીથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, સવારે અને રાત્રે કાતિલ ઠંડીના ચમકારાથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે. આ દરમિયાન  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ માવઠાની આગાહી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાના કારણે ખેડુતોના શિયાળું પાકને નુકશાન થવાની આશંકા છે. 

હવામાન વિભાગે શું કહ્યું?

માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી કેટલાક દિવસોમાં માવઠુ થવાની શક્યતા છે. રાજ્યના ખેડૂતો માટે આ સૌથી આઘાતજનક સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 25 અને 26 નવેમ્બરે રાજ્યમાં માવઠું થઇ શકે છે, પશ્ચિમ બંગાળ અને અરબી સમુદ્રમાં ભેજના કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ પેદા થઇ છે, અને આ કારણે કેટલાય ભાગોમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી છે. માવઠાની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે, ખેતરમાં પડેલા પાકને ઢાંકીને રાખવો, જેથી કૃષિ પાકને ઓછું નુકસાન થાય. માવઠાના કારણે રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ વધુ કથળી શકે છે. 


આ વિસ્તારમાં માવઠાની આગાહી


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે, જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમા પણ ખાસ કરીને મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોને મોટી અસર થશે. જેમકે વલસાડ, વાપી, ઉદવાડા, ધરમપુર, સેલવાસામાં હવામાનમાં પલટો આવશે. તો એકલ દોકલ જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયા માવઠા થઇ શકે છે.  સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 24થી 26 તારીખમાં માવઠું થઇ શકે છે. જોકે, તે પણ એકદમ સામાન્ય માવઠું હશે અને સામાન્ય અને સાર્વત્રિક વરસાદ નહીં પડે પરંતુ છૂટાછવાયો વરસાદ હશે.


બંગાળની ખાડીમાં ચક્રવાતની સંભાવના


તે જ પ્રકારે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાઈ રહ્યાનું ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાત તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડી પર બની રહેલુ દબાણ શુક્રવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગે કહ્યું કે ઓડિશા પર તેની કોઈ મોટી અસર નહીં થાય અને તે બાંગ્લાદેશના કિનારા તરફ આગળ વધશે. IMD એ ગુરુવારે (16 નવેમ્બર) જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તે આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમના 420 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, પશ્ચિમ બંગાળમાં દીઘાથી 410 કિમી દક્ષિણ-પૂર્વમાં, બાંગ્લાદેશમાં ખેપપુરાથી 540 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ઓડિશામાં પારાદીપથી 270 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે. IMDએ જણાવ્યું હતું કે, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની અને આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બનવાની શક્યતા છે. તે શનિવાર (18 નવેમ્બર) ની વહેલી સવારે મોંગલા અને ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.