Unseasonal Rain : ખેડૂતોના હાલ બેહાલ! માવઠાને કારણે પાકને થયું વ્યાપક નુકસાન, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-27 09:37:19

ખેડૂતોની ચિંતા વરસાદને કારણે વધી છે. આ વખતનું ચોમાસું એકદમ અનિયમિત અને અનિશ્ચિત હતું જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો હતો. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી જ્યારે આવ્યો ત્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરતો ગયો. ખેડૂતોનું જીવન વરસાદ પર નિર્ભર રહેલું છે. માપસર વરસાદ આવશે તો ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે પરંતુ તેનાથી ઓછો અથવા તો વધારે વરસાદ ખેડૂતોને રડાવીને જતો હોય છે. શિયાળાની સિઝનમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે પરંતુ ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલતી હોય તેવું લાગે છે કારણ કે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું વરસી રહ્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.  


રવિ પાકને મોટા પાયે માવઠાને કારણે થયું નુકસાન 

હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી જે મુજબ ગઈકાલથી કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. અનેક જગ્યાઓ પર વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. જુનાગઢમાં ચાલતી લીલી પરિક્રમામાં ગયેલા ભક્તો અટવાયા હતા જ્યારે બહાર ગયેલા પ્રવાસીઓ પણ વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. સૌથી વધારે મુશ્કેલીનો સામનો ખેડૂતોને કરવો પડ્યો છે. રવિ પાકને માવઠાને કારણે મોટા પાયે નુકસાન પહોંચ્યું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેણે ખેડૂતોને બેબસ કરી દીધા છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ઘઉં, ચણા, જીરૂ, તુવેર તેમજ કપાસના પાકમાં નુકસાન થયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. 


ખેડૂતોની આંખોમાં આસું!

કમોસમી વરસાદને કારણે ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું છે જેની સીધી અસર ખેડૂતો પર પડી છે. સમગ્ર ગુજરાતમાં હજારો હેક્ટરમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો દુખી થયા છે. ખેડૂતોની આંખો ભરાઈ આવી છે. ખેતરમાં કરેલા શાકભાજીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાપડી, ગવાર, રિંગણ સહિતના શાકભાજીને તો નુકસાન પહોંચ્યું છે પરંતુ તુવેર, ઘઉં, ચણા, ડાંગર સહિતના પાકોને પણ નુકસાન થયું છે. મગફળીને પણ મોટા પાયે નુકસાન થયું છે. 



આવનાર સમયમાં વધી શકે છે શાકભાજીના ભાવ!

તે ઉપરાંત જામનગરના બજરંગપૂર ગામમાં વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે.  કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ પડવાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાની થવાની ભીતી સર્જાઈ છે. મહત્વનું છે કે કુદરતી આફતોની સીધી અસર જગતના તાત પર પડતી હોય છે. મહત્વનું છે કે પાકને થતા નુકસાનની સીધી અસર તેના ભાવ પર પડશે. આવનાર સમયમાં ઘઉં, ચોખા સહિત શાકભાજીના ભાવમાં તોતિંગ ભાવ વધારો થઈ શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?