PM નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યાર બાદ તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં હજારો લોકો ઉમટ્યા હતા. PM મોદીની એક ઝલક મેળવવા સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા, મોટી સંખ્યામાં લોકો 4 કિમી સુધી ચાલીને પહોંચ્યા હતા. પીએમ મોદી સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા તે સમયે સુરત એરપોર્ટથી ડાયમંડ બોર્સ સુધી 6 જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સુરત એરપોર્ટના વિકાસથી બિઝનેસ વધશે : PM મોદી
સુરતમાં એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુરત એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તે સુરત માટે એક મુખ્ય માળખાકીય સુવિધા છે, જે ‘જીવનની સરળતા’ને પ્રોત્સાહન આપે છે અને શહેર અને આસપાસના વિસ્તારો માટે વધુ વેપારની ખાતરી કરે છે.
A symbol of steadfast commitment to excellence in the realm of precious gems, the Surat Diamond Bourse is a game-changer for the country’s economy. https://t.co/bsldYuYRjk
— Narendra Modi (@narendramodi) December 17, 2023
PM મોદીએ સુરત ડાયમંડ બોર્સનું કર્યું ઉદ્ઘાટન
A symbol of steadfast commitment to excellence in the realm of precious gems, the Surat Diamond Bourse is a game-changer for the country’s economy. https://t.co/bsldYuYRjk
— Narendra Modi (@narendramodi) December 17, 2023PM નરેન્દ્ર મોદી આજે સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરશે. સુરત ડાયમંડ બોર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે જેમાં એક્સચેન્જ સાથે આયાત-નિકાસ માટે અત્યાધુનિક ‘કસ્ટમ ક્લિયરન્સ હાઉસ’, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વૉલ્ટ હશે. સુવિધાઓ. થશે.