Amreliના Babraમાં યોજાયા અનોખા લગ્ન, પૌત્રએ દાદા દાદીનું સ્ટેચ્યું બનાવ્યું, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-11 09:51:31

આજની જનરેશનને આપણે મોર્ડન જનરેશન કહીએ છીએ.એવું કહેતા હોઈએ છીએ કે આજની જનરેશન પારિવારીક સંબંધોમાં ઓછું માને છે. પરિવારના સભ્યો સાથે તેમનું આછું બને છે વગેરે વગેરે. માતા-પિતાની ઈજ્જત આજની જનરેશન નથી કરતી તેવી વાતો આપણે સાંભળી હશે, કદાચ આપણામાંથી કોઈએ આ વાક્યનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ આજની પેઢીમાં પણ અનેક લોકો એવા હોય છે જે સંબંધોનું સન્માન કરે છે. આનું ઉદાહરણ અમરેલીથી સામે આવ્યું છે જેમાં પૌત્રએ પોતાના લગ્નમાં દાદા-દાદીની પ્રતિમા બનાવડાઈ કારણ કે લગ્નમાં તેમની ગેરહાજરી વર્તાઈ રહી હતી. 

લગ્નમાં બા-દાદાની પ્રતિમા બનાવડાઈ!

આ જનરેશનની વાત થાય ત્યારે આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે નવી પેઢીને સંબંધોની કદર નથી. વડીલોનું આદર નથી કરતા. તેમનું સન્માન નથી જાળવતા વગેરે વગેરે... એવો એક વર્ગ પણ હશે પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જે આ વિચારધારાને ખોટી સાબિત કરે છે! આ જનરેશનમાં અનેક લોકો એવા હશે જે દાદા-દાદી તો ઠીક પણ માતા-પિતાને પણ સાથે રાખવા તૈયાર નથી હોતા, એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે પરંતુ અનેક લોકો એવા પણ હોય છે જેમને દાદા-દાદી પ્રત્યે પ્રેમ હોય છે. ત્યારે આજે એક યુવકની વાત કરવી છે જેણે લગ્નમાં બા દાદાની ગેરહાજરી ન વર્તાય તે માટે તેમની પ્રતિમા બનાવડાઈ. 



સ્ટેજની આગળ પ્રતિમા મૂકવામાં આવી!

આપણે ત્યાં કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું હોય છે. મતલબ દાદા-દાદી પૌત્ર-પોત્રીને એટલો પ્રેમ કરે છે જેટલો પ્રેમ કદાચ તે પોતાના સંતાનોને નહીં કરતા હોય. અનેક પૌત્ર-પૌત્રીઓ પણ હોય છે જેમને બા દાદા સાથે વધારે ફાવતું હોય છે. ત્યારે અમરેલીના બાબરામાં એક યુવકે પોતાના લગ્નમાં દાદા-દાદીના ગેરહાજરી વર્તાતા બંનેની પ્રતિમા બનાવડાવી છે અને જ્યારે લગ્ન થયા ત્યારે સ્ટેજની સામે તેમને બેસાડ્યા અને તેઓ સાક્ષાત હાજર હોય તેવી અનુભૂતિ થઈ.   

વરરાજાની ઈચ્છા હતી કે તેમની હાજરીમાં લગ્ન થાય પરંતુ... 

અમરેલીના બાબરાના પોપટ પરિવારના મોભી નંદલાલભાઈ પોપટ અને તેમના પત્નીનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. બા દાદાના ગયા બાદ નિકુંજના લગ્ન લેવાયા. વરરાજાની ઈચ્છા હતી કે બા-દાદા જીવતા હોય ત્યારે તેમની હાજરીમાં લગ્ન કરવા. પરંતુ તે વખતે મેળ ન પડ્યો. તેમના નિધન બાદ તેમની ગેરહાજરી ન વર્તાય માટે એક અનોખો પ્રયાસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો. દાદા-દાદીની હયાતીનો અહેસાસ થાય તે માટે સ્ટેચ્યુ રખાયા. બા-દાદાની પ્રતિમા બનાવડાવી લગ્નના સ્ટેજની સામે જ બેસાડ્યાં હતા.  


બા-દાદા પ્રત્યે પૌત્રનો પ્રેમ દેખાઈ આવ્યો!

નિકુંજના બા-દાદાની આ પ્રતિમા એવી અદ્ભુત રીતે તૈયાર કરવામાં આવી કે લગ્નમાં આવનારને લાગે કે તે પોતે જ બેઠા હોય. પોપટ પરિવારે પણ તેમના આશીર્વાદ મેળવ્યા. બા-દાદાની પ્રતિમા જોઈ પોપટ પરિવારના સભ્યો ભાવુક પણ થઈ ગયા હતા. દાદા-દાદી પ્રત્યે આવો પ્રેમ જોઈ તમે શું કહેશો?   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?