ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી થાય. કરાર આધારિત ભરતીનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે કે શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ટેટ પાસ ઉમેદવારો હવે અનોખા પ્રકારના આંદોલનો કરી રહ્યા છે. ભિન્ન ભિન્ન પ્રકારથી તેઓ વિરોધ કરી રહ્યા છે અને સરકારને કાયમી ભરતી કરવા માંગ કરી રહ્યા છે. ઉમેદવારોએ એક નાટકનો વીડિયો બનાવ્યો છે અને સોશિયલ મીડિમાં શેર કર્યો છે .
કાયમી શિક્ષકોની ભરતી થાય તે ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ
ગુજરાતમાં અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. વિદ્યાર્થીઓ છે પરંતુ શિક્ષકો નથી તેવી અનેક શાળાઓ છે. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે. કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે.
અલગ અલગ પ્રકારે ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ
ગાંધીનગર ખાતે પણ વિરોધ કરવાનો પ્રયત્ન ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કર્યો હતો. ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરવા પહોંચે તે પહેલા જ તેમને રોકી દેવામાં આવતા. તો હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને વિડિઓ બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો. થોડા સમય પહેલા પણ આવો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ પોતાની માગ કરતા દેખાયા હતા. ત્યારે સરકાર તેમનો આ અવાજ સાંભળે છે કે નહીં તે જોવું રહ્યું.