હવે આધારને લઈને મોટા સમાચાર આવ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આધાર ઓથોરિટીએ એવા યુઝર્સને તાત્કાલિક આધાર અપડેટ કરવાની અપીલ કરી છે, જેમણે આધાર જારી કર્યાના 10 વર્ષ પછી પણ વિગતો અપડેટ કરી નથી. આધાર ઓથોરિટીએ ફ્રી અપડેટ સર્વિસને 3 મહિના માટે લંબાવી છે.
લોકો માટે રાહતના સમાચાર
જે લોકોએ અત્યાર સુધી પોતાનું આધાર અપડેટ નથી કરાવ્યું તેવા લોકો માટે આ મોટા રાહતના સમાચાર છે. હવે લોકોને આધાર અપડેટ કરાવવા માટે વધુ સમય મળી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આધારને ઓનલાઈન ફ્રી અપડેટ કરાવી શકાય છે, તે ઉપરાંત નજીકના આધાર સ્ટોર અને પોસ્ટ ઓફિસ સ્ટોર પરથી પણ આધાર અપડેટ કરાવી શકાય છે.
પહેલા 14 જૂન હતી છેલ્લી તારીખ
અત્રે ઉલ્લેખનિય છે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર યુઝર્સને ડેમોગ્રાફિક ડિટેલ્સ ફ્રીમાં અપડેટ કરાવવા માટે 15 માર્ચથી જુન 2023 સુધીનો સમય આપ્યો હતો. 14 જુનની ડેડલાઈન હવે સમાપ્ત થઈ ગઈ છે. આ જ કારણ હવે UIDAIએ ફ્રી ડિટેલ્સ અપડેટ કરવાની મુદ્દતને 14 સપ્ટેમ્બર સુધી આગળ વધારી દીધો છે.