21 મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે તે માટે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેને લઈ ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વમાં આજે લોકો યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મનાવી રહ્યા છે. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ કરવાના છે. તે સિવાય ભારતના કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ કરી આ દિવસની ઉજવણી કરી હતી. સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ, રાજનાથ સિંહ, અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ યોગ કર્યો હતો.
#WATCH | Union Health Minister Dr Mansukh Mandaviya performs Yoga in Delhi to mark the #9thInternationalYogaDay. pic.twitter.com/9rJEzBgGlh
— ANI (@ANI) June 21, 2023
કેન્દ્રીય મંત્રીઓએ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
સદીઓથી ભારતમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. પ્રાચીન કાળથી ઋષિમૂનીઓએ યોગનું મહત્વ સમજાવ્યું છે. ત્યારે વિશ્વ યોગનું મહત્વ સમજે તે માટે 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ સ્થળો પર આનું આયોજન કરવામાં આવતું હોય છે. કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રીઓ યોગ કરી આ દિવસની ઉજવણી કરતા હોય છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બાલાસોરમાં યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. તે ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રીએ આઈએનએસ વિક્રાંત પર યોગ કર્યો હતો. તે સિવાય સ્મૃતિ ઈરાનીએ પણ યોગ કર્યો હતો ઉપરાંત અનુરાગ ઠાકુરે પણ યોગ દિવસની ઉજવણી કરી હતી. પિયુષ ગોયલે પણ યોગ કરી યોગ દિવસને મનાવ્યો હતો. તે ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ યોગ કરી સંદેશો પાઠવ્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ દિવસ નિમિત્તે કર્યો યોગ
કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યોગ કરતા દેખાયા હતા, તે ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ ઉપમુખ્યમંત્રી પણ યોગ કરતા દેખાયા હતા.આસામના મુખ્યમંત્રીએ પણ યોગ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.