થોડા સમય પહેલા દિલ્હીના પૂર્વ નેતા રાજેન્દ્ર ગૌતમનો એક વીડિયો વાયરલ થયો હતો. ધર્માંતરણનો વીડિયો વાયરલ થતા રાજનીતિ ગરમાઈ ગઈ હતી. વીડિયોમાં પૂર્વ નેતા બાબા સાહેબ દ્વારા ઘડાયેલી 22 પ્રતિજ્ઞાની શપથ લેતા નજરે પડે છે. વીડિયો વાયરલ થયા બાદ રાજેન્દ્ર ગૌતમે રાજીનામું આપી દેવું પડ્યું હતું. પરંતુ આ વખતે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવાલે પોતે 22 પ્રતિજ્ઞાનું સમર્થન કરતા નજરે પડયા છે. પોતાના ટ્વિટર અકાઉન્ટ પર તેમણે ટ્વિટ કરી હતી કે બૌદ્ધ હોવાને નાતે હું આ 22 પ્રતિજ્ઞાનું સમર્થન કરું છું. આ 22 પ્રતિજ્ઞાઓ પર મને ગર્વ છે અને બધાએ પોતાના જીવનમાં આ સ્વીકારવું જોઈએ.
રામદાસ આઠવાલે આવ્યા 22 પ્રતિજ્ઞાઓના સમર્થનમાં
આપણા દેશમાં ધર્મને લઈ હમેશાં રાજનીતિ ગરમાતી રહે છે. કોઈને કોઈ કારણોસર ધર્મને લઈ દેશમાં રાજનીતિ થઈ રહે છે. થોડા સમય પહેલા ધર્મનો વિવાદ છેડાતા દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલને રાજીનામું આપી દેવું પડ્યું હતું. વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ બૌદ્ધ ધર્મમાં માનનાર ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલી 22 પ્રતિજ્ઞા લેતા નજરે પડ્યા હતા. જે બાદ આમ આદમી પાર્ટીને હિંદુ વિરોધી પાર્ટી ગણાવામાં આવી હતી. પરંતુ હવે 22 પ્રતિજ્ઞાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે આવ્યા છે.