બિલકિસ બાનોના બળાત્કારીઓના સમર્થનમાં આવ્યા કેન્દ્રીય મંત્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 17:21:37

ગુજરાતના બિલકિસ બાનોના સામુહિક બળાત્કારના મામલામાં ગુજરાત સરકારે 11 હવસખોરોની જેલમુક્તિ કરી હતી. 11 બળાત્કારીઓની જેલમુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આની વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી બળાત્કારીઓના સમર્થનમાં કૂદી પડ્યા હતા. 


પ્રહલાદ જોશીએ શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે કંઈ ખોટું નથી થયું. કાયદા મુજબ દોષિતોને જેલમુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દોષિતોએ જેલમાં ઘણો સમય પસાર કર્યો હતો. આ એક કાયદાની પ્રક્રિયા છે. કાયદા મુજબ તેમને જેલમુક્ત કરવામાં આવ્યા છે. તમામ દોષિતોનો વ્યવહાર સારો હતો માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી હતી. 


સુપ્રીમ કોર્ટે અરજી પર શું પ્રતિક્રિયા આપી?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સમગ્ર મામલે આગામી 29 નવેમ્બરના સુનાવણી કરવામાં આવશે. 2002માં બિલકિસ બાનો પર 11 લોકો દ્વારા સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. અરજીકરનાર લોકોને ગુજરાત સરકારના એફિડેવિટ પર જવાબ આપવા માટે સમય આપ્યો છે. 


દેશભરના આક્રોષ વચ્ચે ગુજરાત સરકારે 15 ઓગસ્ટ 2022ના રોજ બિલકિસ બાનોના બળાત્કારીઓને જેલમુક્ત કરી દીધા હતા. 11 બળાત્કારીઓ જેલમુક્ત થયા બાદ વીરોની જેમ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બળાત્કારીઓના પરિવારજનોએ મીઠાઈ ખવડાવી તેમનું સ્વાગત કર્યું હતું. 

 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...