પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય છે અને રહેશે: પરષોત્તમ રૂપાલા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 12:50:24

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ રાજ્યના ખુણે-ખુણે પ્રયાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વખતની ચૂંટણી ઘણી રસપ્રદ બની રહે તેવી સ્થીતી સર્જાઈ છે. રાજ્યમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતો હતો જો કે આ વખતે પરિસ્થિતી તદ્દન વિપરીત છે.  આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. AAP કેટલી બેઠક જીતે છે તેના કરતા ભાજપ કે  કોંગ્રેસમાંથી કઈ પાર્ટીના વોટ તોડે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ તથા કોંગ્રેસના નેતાઓ પણ ત્રિપાંખિયા જંગથી ચિંતિત બન્યા છે. ભાજપે તો તેના અગ્રણી નેતાઓની રીતસર ફોજ જ ઉતારી દીધી છે.


સીઝનલ સ્કીમો તો ચાલુ રહેવાની: રૂપાલા


આજે અરલલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. પ્રચાર બાદ  મોડાસામાં ભાજપ દ્વારા પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. જેમાં પરષોત્તમ રૂપાલા, શંકર ચૌધરી સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.  આ પ્રેસ કોંફરન્સ તેમણે નિવેદન આપ્યું હતું કે, પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય છે.. ભૂતકાળમાં ભાજપ અને પાટીદારો એકબીજાના પર્યાય હતા છે અને ભવિષ્યમાં પણ રહેશે. આમ આદમી પાર્ટીને નિશાન બનાવતા તેમણે કહ્યું કે ચૂંટણી આવે એટલે સીઝનલ સ્કીમો તો ચાલુ રહેવાની પણ તેનાથી કોઈ ફરક પડશે નહીં. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...