કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે તે ભારત સરકારની નૈતિક ફરજ છે કે તે તેના નાગરિકોને ઉર્જા પ્રદાન કરે અને તે ગમે ત્યાથી ખનીજ તેલ ખરીદવાનું ચાલુ રાખશે. પુરીએ વધુમાં કહ્યું કે વિશ્વના કોઈપણ દેશે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા કહ્યું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે એક વર્ષ સુધી ચાલેલા યુદ્ધની વચ્ચે પશ્ચિમી દેશો અને અમેરિકાએ રશિયા વિરુદ્ધ આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. જે બાદ ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદવા માટે દબાણ થઈ રહ્યું છે.
#WATCH | "...India will buy oil from wherever it has to for the simple reason that this kind of discussion can't be taken to consuming population of India...Have I been told by anyone to stop buying Russian oil?The answer is a categorical 'no'..," says Petroleum & Natural Gas Min pic.twitter.com/rgr0Abg9K0
— ANI (@ANI) October 8, 2022
પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ શું કહ્યું
#WATCH | "...India will buy oil from wherever it has to for the simple reason that this kind of discussion can't be taken to consuming population of India...Have I been told by anyone to stop buying Russian oil?The answer is a categorical 'no'..," says Petroleum & Natural Gas Min pic.twitter.com/rgr0Abg9K0
— ANI (@ANI) October 8, 2022હરદીપ પુરીએ કહ્યું હતું કે, "ભારત જ્યાંથી ઇચ્છે ત્યાંથી તેલ ખરીદશે, તેનું સીધુ કારણ એ છે કે આ પ્રકારની ચર્ચાઓને ભારતની વપરાશ કરતી વસ્તી સુધી લઈ જઈ શકાય નહીં. ભારતની પ્રાથમિકતા તેના લોકોને ઉર્જા પૂરી પાડવાની છે."
રશિયા પાસેથી આયાત એપ્રિલથી 50 ગણી વધી
ભારતની રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત એપ્રિલથી 50 ગણી વધી ગઈ છે. હવે તે વિદેશમાંથી ખરીદાયેલા તમામ ક્રૂડના 10 ટકા જેટલો હિસ્સો છે. યુક્રેન યુદ્ધ પહેલા ભારત રશિયા પાસેથી કુલ આયાતના માત્ર 0.2 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરતું હતું.