જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત આતંકી હુમલાઓ થતા રહે છે જેને કારણે અનેક લોકો મોતને ભેટે છે. થોડા સમયથી જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા હિંદુ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમના મોત થઈ ગયા હતા. આ ઘટનાનો વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ તે જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે બે આતંકીસંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે.
J-K: Two terrorists killed so far in Rajouri civilian killings of January 1
— ANI Digital (@ani_digital) January 8, 2023
Read @ANI Story | https://t.co/8TXU2vUNL0
#JammuandKashmir #RajouriTerrorAttack pic.twitter.com/TSFeFCYnXA
આતંકવાદીઓએ કર્યું હતું ટાર્ગેટ કિલીંગ
છેલ્લા ઘણા સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીહુમલા વધી ગયા છે. આતંકી સંગઠન દ્વારા ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહ્યું છે. હિંદુઓ પર હુમલા વધી ગયા છે. થોડા દિવસ પહેલા હિંદુ પરિવાર પર હુમલો થયો હતો જેમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાનો વિરોધ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. એક જગ્યા પર એકત્રિત થઈ આ ઘટનાનો વિરોધ થયો હતો. આ સ્થળ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા જ્યારે એક બાળકનું મોત પણ થયું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે લગાવ્યો આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ
જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકી હુમલાને રોકવા કેન્દ્ર સરકાર કદમ ઉઠાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનેક લોકોને આતંકવાદ ઘોષિત કરી દીધા છે. ઉપરાંત બે આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આતંકવાદી સામે લડવા સરકારે પોતાની રણનીતિ બદલી દીધી છે.
કાર્યવાહીના ભાગરૂપે આતંકવાદ સંગઠનો સામે પગલા લેવાઈ રહ્યા છે. ચાર-પાંચ દિવસથી મોટા પાયે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકવાદને પ્રોત્સાહિત કરનાર તત્વો પર કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે.