ગુજરાતમાં જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ગુજરાતના પ્રવાસે દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. ત્યારે ભાજપના ચાણક્ય તરીકે જાણીતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓની મુલાકાત લેવાના છે ઉપરાંત અનેક જનસભાઓમાં ભાગ લઈ ભાજપનો પ્રચાર કરવાના છે.
અનેક કાર્યક્રમોમાં અમિત શાહ રહેશે હાજર
અમિત શાહ પોતાના 2 દિવસ પ્રવાસ દરમિયાન આશરે 13 કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. અનેક કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત તેમના હસ્તે થવાનું છે. અમિત શાહ વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે. ઉપરાંત ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના છે. નવરાત્રી હોવાથી તેઓ મેલડી માતાજીના દર્શન કરવાના છે. 2140EWS આવાસોનું તેમજ શકરી તળાવ નવીનીકરણ પ્રકલ્પનું તેઓ ખાતમૂહુર્ત કરવાના છે. તેઓ રૂપાલ મંદિરમાં સુવર્ણજડિત ગર્ભગૃહના દરવાજાનું ઉદ્ધાટન થવાનું છે. આ કાર્યક્રમમાં તેઆ હાજરી આપવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવશે ગુજરાતના પ્રવાસે
વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે નવરાત્રી દરમિયાન તેઓ ફરી એક વખત માદરે વતન આવવાના છે. 29 અને 30 સપ્ટેમ્બરના રોજ તેઓ ગુજરાતના પ્રવાસે આવી, અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. માં અંબાજીના દર્શન કરવા પણ તેઓ જવાના છે. તેમના પ્રવાસને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.