જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. ટાર્ગેટ કરીને હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધતા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. આતંકવાદ હુમલામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લેવાના છે. અમિત શાહ એક દિવસ માટે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે.
આતંકીહુમલામાં લોકોના થાય છે મોત
આતંકીહુમલાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. ટાર્ગેટ કરી આતંકવાદીઓ લોકોને મારી રહ્યા છે. થોડા સમય પહેલા જ હિંદુ પરિવારના સભ્યોને મારી નાખ્યા હતા. જે બાદ હુમલાનો વિરોધ કરવા લોકો એકત્રિત થયા હતા. પરંતુ ત્યાં પણ હુમલો થયો હતો જેમાં બાળકીનું મોત થયું હતું.
જમ્મુ-કાશ્મીરમાં શાહે યોજી ઉચ્ચસ્તરીય બેઠક
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. હુમલા વધવાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવાના છે. આતંકીહુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને મળવા જવાના હતા પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ મુલાકાત નથી કરવાના. તેઓ ફોન પર જ સભ્યો સાથે વાત કરવાના છે. સુરક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી તેમની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.