અમિત શાહના 2 દિવસના ગુજરાત પ્રવાસનો આજથી પ્રારંભ, ભાડજ ફ્લાયઓવરનું કર્યું લોકાર્પણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 13:19:55

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના અગ્રણી નેતાઓના ગુજરાતના પ્રવાસ પણ વધી રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.


અમિત શાહે ભાડજ ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વિકાસકાર્યોની ભેટ આપવાના કાર્યક્રમ અંતર્ગત આજે અમિત શાહે ભાડજ સર્કલ પર બનાવવામાં આવેલા ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું છે. સિક્સ લેનનો આ બ્રિજ 27 મીટર પહોળો છે અને 73.33 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ભાડજ સર્કલ અત્યાર સુધી એસપી રિંગ રોડ પર સૌથી વધુ ટ્રાફિક ધરાવતું સર્કલ હતું. બ્રિજ બન્યા પછી રોજના 21 હજાર ભારે વાહન સીધા જ ફ્લાયઓવર પરથી નીકળી જશે. 


વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કર્યું 


ભાડજ ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યા બાદ અમિત શાહ વિરોચનનગર જવા રવાના થયા હતા. વિરોચનનગર ખાતે બનાવવામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ  કરવામાં આવ્યું છે. તેમની સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. 


અમિત શાહ ESIC સંચાલિત હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે 


અમિત શાહના આગામી કાર્યક્રમ વિશે વાત કરીએ તો આજે અમિત શાહ ESIC સંચાલિત હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ અમદાવાદ જિલ્લાના નળકાઠાના ગામોના ખેડૂતોનું સંમેલન યોજાઈ રહ્યું છે. જેમાં તેઓ હાજરી આપશે. અમિત શાહ AMC દ્વારા નવનિર્મિત સાઉથ વેસ્ટ ઝોન કચેરીનું લોકાર્પણ કરશે. અહીં તેઓ EWS આવાસો અને શકરી તળાવના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કરશે. 


રૂપાલમાં વરદાયિની માતાજીના દર્શન કરશે


અમિત શાહના 27 ઓગસ્ટના કાર્યક્રમ વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બર સવારે KRIC કોલેજ દ્વારા નિર્માણધીન થનાર 750 બેડની આધુનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રૂપાલ વરદાયિની માતાજીના દર્શને જશે, તેઓના હસ્તે વરદાયિની માતાજી મંદિરે સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મુકાશે.


બીજા નોરતે અમિત શાહ બહુચરાજી માતાના દર્શને જશે 


બપોરે 12.25 કલાકે ગાંધીનગર મહાનગર દ્વારા નવનિર્મિત અંડરપાસનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. 27 સપ્ટેમ્બરે બપોરે 3.30 કલાકે તેઓ GTUના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરશે. જે બાદ મહાકાળી માતાના દર્શન કરવા અંબોડ જવા રવાના થશે. અહીં પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે માતાના ચરણોમાં શિશ ઝૂંકાવી દર્શન કર્યા બાદ તેઓ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા નવનિર્માણ પામનાર સમૌ શહીદ સ્મારક તેમજ લાઈબ્રેરીનું ભૂમિ પૂજન કરશે. અહીંથી તેઓ માણસા બહુચર માતાજીના મંદિરે જવા રવાના થશે. બીજા નોરતે માણસા ખાતે સાંજે 7.30 કલાકે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બહુચરાજી માતાજીના દર્શન અને આરતી કરશે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?