અદાણી-હિંડનબર્ગ મામલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું, જાણો તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-02-14 13:00:15

હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને નિશાન બનાવીને વિપક્ષો આક્રમક બન્યા છે.  દેશભરમાં  વિપક્ષી નેતાઓ ભાજપ અને અદાણી ગ્રુપ સાથેની સાંઠગાઠને લઈ ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. પીએમ મોદીએ પણ સંસદમાં અદાણી મુદ્દે કોઈ નિવેદન ન આપતા સરકારનું વલણ સ્પષ્ટ થઈ શક્યું નથી. જો કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સૌપ્રથમ નિવેદન આપ્યું છે. 


શું કહ્યું અમિત શાહે?


અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને હિંડનબર્ગ રિપોર્ટના મામલે તેમણે કહ્યું હતું કે "સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે. જો કેબિનેટના સભ્ય હોવાના કારણે મારા માટે અત્યારે આ મુદ્દે કંઈ પણ કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, પરંતુ આમાં ભાજપ માટે છૂપાવવા જેવું કંઈ નથી અને ન તો ડરવા જેવું કંઈ છે."


2024માં ભાજપનો કોઈ હરિફ નથી


એક ન્યુઝ સર્વિસને આપેલા ઈન્ટર્વ્યુંમાં 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી અંગે કહ્યું કે તે ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી કોઈ સાથે હરીફાઈમાં નથી. પીએમ મોદીને જનતાનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે. દેશની જનતાએ નક્કી કરવાનું છે. અત્યાર સુધીમાં તો લોકસભામાં વિરોધપક્ષનું લેબલ જનતાએ કોઈને આપ્યું નથી. અમિત શાહે દાવો કર્યો હતો કે આ વખતે પણ ત્રિપુરામાં ભાજપની સરકાર બનશે. અમિત શાહે કહ્યું કે આ વખતે ભાજપ ત્રિપુરામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ વખતે ભાજપ ગત વખત કરતા વધુ બેઠકો જીતશે અને વોટશેર પણ વધશે.


PFI પર પ્રતિબંધ કેમ?


અમિત શાહે PFI પર પ્રતિબંધ મુદ્દે કહ્યું કે તે સંગઠન દેશમાં કટ્ટરતા અને ધર્માંધતા વધારવા માટેનું સંગઠન હતું. એક રીતે તેઓ આતંકવાદીઓને તૈયાર કરવાનું કામ કરી રહ્યું હતું. તેના કાર્યકરો અને નેતાઓ પર ઘણા કેસ હતા. કોંગ્રેસે તેમને ખતમ કરવાનું કામ કર્યું, જેને કોર્ટે અટકાવી દીધું હતું. અમે PFI પર સફળતાપૂર્વક પ્રતિબંધ મૂક્યો. દેશમાં નક્સલ સમસ્યા મુદ્દે શાહે કહ્યું બિહાર અને ઝારખંડમાં નક્સલવાદી ઉગ્રવાદ લગભગ ખતમ થઈ ગયો છે. મને ખાતરી છે કે છત્તીસગઢમાં પણ ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત થશે. મને ખાતરી છે કે અમે છત્તીસગઢમાં પણ ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સફળ થઈશું. તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં પણ આતંકવાદ સંબંધિત તમામ પ્રકારના આંકડા શ્રેષ્ઠ સ્થિતિમાં છે, રાજ્યમાંથી આતંકવાદનો સફાયો થઈ રહ્યો છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..