કેન્સર સહિતના જીવલેણ રોગોની દવાઓ મળશે સસ્તી, 384 દવાઓની યાદી જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 17:12:27

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એસેન્સિયલ મેડિસિનની નેશનલ લિસ્ટ 2022 જારી કરી દીધી છે. વર્ષ 2015 બાદ આ લિસ્ટને વર્ષ 2022માં એપડેટ કરવામાં આવ્યા છે. માંડવિયાએ આ જે બપોરે એક કાર્યક્રમ દરમિયાન જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી જાહેર કરી, જેમાં 34 દવાઓ સામેલ કરવામાં આવી છે. અને 24 દવાઓને હટાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ લિસ્ટમાં પબ્લિક હેલ્થ માટે ઉપયોગી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં કુલ 384 દવાઓ સામેલ કરવામાં આવી છે. 350 નિષ્ણાતોએ 140 મિટિંગ બાદ આ નવી અને લેટેસ્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. 



કઈ બિમારીઓની દવાઓ સસ્તી મળશે?


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દવાઓની યાદી જાહેર કરી તેનો હેતું જણાવ્યો હતો. નેશનલ લિસ્ટ ઓફ એસેન્સીયલ મેડિસિન્સ, 2022ની યાદી જાહેર કરી હતી યાદીમાં 27 કેટેગરીની 384 દવાઓને સામેલ કરવામાં આવી છે. દવાઓની યાદી જાહેર કરતા માંડવિયાએ કહ્યું કે  લોકોને જરુરી સસ્તી, સુલભ અને સરળતાથી દવાઓ મળી રહે તે માટે આ લિસ્ટ જાહેર કર્યો હતો. એન્ટીબાયોટિક, વેક્સિન, એન્ટી કેન્સર ડ્રગ્સ અને બીજી ઘણી મહત્વની દવાઓ લોકોને વધારે રસ્તી મળશે અને દર્દીઓના ખર્ચમાં પણ મોટો ઘટાડો થશે. આ પહેલા સાત વર્ષ પહેલા જીવન જરુરી દવાઓની યાદી જાહેર કરવામાં આવી હતી. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...